<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ભાજપ લીગલ સેલ દ્વારા વકીલ પરિવારો માટે યોજાયેલ વેલકમ નવરાત્રીને ભવ્‍ય સફળતા

રાજકોટ તા.પઃ રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા અટલ સરોવર ખાતે વેલકમ નવરાત્રી નું આયોજન કરવામાં આવેલ હતું. ખૂબ જ મોટી સંખ્‍યામાં વકીલમિત્રો પરિવારો, મિત્રો ઉપસ્‍થિત રહેલા અને ખૂબ જ સુંદર આયોજન સુંદર વ્‍યવસ્‍થા સમગ્ર દાંડિયા રાસના આયોજકોની ટીમ દ્વારા ખૂબ જ મનોરંજન પૂરુ પાડવામાં આવેલ અને લોકો પરિવારો મિત્રો સાથે બિન્‍દાસ પણે ગરબા રમી શકયા અને  આનંદ માણી શકયા તે ભાજપ લીગલ સેલે આભાર માનેલ હતા.FIRE SHOW, JUGGLING તથા રિંગના અલગ અલગ કરતબ પણ જોવા મળેલ. સાથોસાથ એટલી વિશાળ જનસંખ્‍યા માટે ખૂબ જ સુંદર અલ્‍પાહારની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી અને રક્ષિતભાઈ કલોલા દ્વારા એક પોતાના વકીલ મિત્રો તરફની અને લીગલ સેલ તરફની ખાસ લાગણીના ભાગરૂપે આવડા મોટા આયોજન કરવા માટે સહયોગ આપવામાં આવેલો. વકીલમિત્રો ભાજપ લીગલ સેલ પીયૂષભાઈ શાહ અને ટીમ તેમજ રક્ષિતભાઈની ટીમ નો ખાસ ખાસ આભાર માન્‍યો હતો. વકીલ પરિવારો માટે યોજાયેલ વેલકમ નવરાત્રી મહોત્‍સવને ભવ્‍ય સફળતા મળી હતી. આ નવરાત્રી મહોત્‍સવમાં ધારાસભ્‍ય દર્શીતાબેન શાહ, નેહલબેન વ્‍યાસ સહિતની મહિલાઓએ આરતીનો લાભ લીધો હતો.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા સીનીયર-જુનિયર વકીલો તેમજ અકિલા પરિવારના પત્રકાર નયનભાઇ વ્‍યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતાં.

(3:35 PM IST)