<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીકજી સૌરાષ્‍ટ્રના પ્રવાસેઃ સોમ-મંગળ રાજકોટના આગેવાનો સાથે બેઠક

રાજકોટ તા. પઃ ગુજરાતના પ્રભારી રાજય સભાના સાંસદ મુકુલ વાસનીકજી (જનરલ સેક્રેટરી ) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજય સભાના સાંસદ શકિતસિંહજી ગોહિલ સૌરાષ્‍ટ્રના પ્રવાસે છે. તેમાં મુકુલ વાસનીકજી તા. ૭ ના સોમવારે સાંજે ૭-૧પ કલાકે પ્રથમ વખત શહેરની મુલાકાતે પધારી રહ્યા હોય પ્રભારી ગ્રુપ રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે સાંજે ૭-૩૦ કલાકે શહેર કોંગ્રેસ આગેવાનો તેમજ ફ્રન્‍ટલ સેલના ચેરમેનો સહિતના પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉપસ્‍થિત રહી ભવ્‍ય સ્‍વાગતની તૈયારી કરાઇ છે. રાત્રી રોકાણ રાજકોટમાં કરીને તા. ૮ ના મંગળવારે રાજકોટમાં સવારે ૧૦ કલાકે એરપોર્ટ રોડ છોટુનગરની સામે મીન્‍ટ હોટલ ખાતે સવારે ૧૧ કલાકે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર મિત્રોને સાથે સંગઠન અને આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓને સંદર્ભે પ્રભારી અને પ્રદેશ પ્રમુખ માર્ગદર્શન આપશે. કાર્યકરો સાથે વિચારોની આપ લે કરશે. પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ મોરબી તરફ રવાના થશે.

પ્રભારી અને પ્રમુખ સાથે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઇ ચાવડા, ધારાસભ્‍યો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્‍ય પ્રવકતા મનીષભાઇ દોશી સહિતના નેતાઓ ઉપસ્‍થિત રહેશે તેમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીની યાદીમાં જણાવાયું છે.

(3:44 PM IST)