તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th October 2024
જીલણ જીલવા ગયા તા... અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ ઓળઘોળ

અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ અને માતાજીની ઉપાસના માં ભીંજાય તે માટે ખ્યાતિ પ્રાપ્ત કલાકારો હેમંત જોશી, વિશાલ વરૂ અને હિના હિરાણીએ બીજા નોરતે પોતાના સુરીલા કંઠથી ખૈલેયાઓને ઓળઘોળ કર્યા હતા.એક થી એક ચડિયાતા ગાયક કલાકાર સાથે સૌરાષ્ટ્રમાં સૌઙ્ઘથમ વખત ૩૨ સાજીંદા સાથે આધુનિક ટેકનોલોજી અને હાઈફાઈ મ્યુઝિક સિસ્ટમ્સ લાઈટ ડેકોરેશન અને ટેકનોલોજીના સમન્વય સાથે ઙ્કઅબતક સુરભી રાસોત્સવમાં ખૈલેયાઓ સતત ત્રણ કલાક ઝૂમી ઉઠ્યા હતા. નિર્ધારિત સમયે શરૂ થયેલા રાસોત્સવના પ્રારંભે ધર્મ સંસ્કળતિની ઉપાસના અને આરતીથી શરૂ થયેલા રાસમાં હજારો ખેલૈયાઓ ગાયક કલાકારોના સૂર અને તાલના પાને કલાકો સુધી અવિરત રાસ રમતા રહ્યા હતા. અબતક સુરભીમાં ડે વન થી દરરોજ શ્રોતાઓ અને ખેલૈયાઓની સંખ્યામાં વધારાની પરંપરા આજે બીજા દિવસે પણ અકબંધ રહી હતી હૈયે હૈયું દળાય તેવી મેદની અને નાના બાળકથી લઈ યુવાનો અને મોટેરા ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા અને પરંપરાગત શણગાર સાથે સુરભી રાસોત્સવની રોનક વધારી હતી. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ તેમજ પ્રથમ વખત ૩૨ રિધમીસ્ટની ટિમ અને પ્રખ્યાત બોલીવુડ ફ્રેમ કલાકારો સિકયુરિટી બેઠક વ્યવસ્થા ખેલૈયાઓને મોકળું મેદાન અને ફૂડ ઝોન અને તપતા સુરજ જેવી રોશનીથી અબતક સુરભી ખેલૈયાઓ માટે મનગમતું સ્થળ બની રહ્યું છે બીજા દિવસે પણ અબતક સુરભી રાતોત્સવ ખીલી ઉઠ્યું હતું.
(3:45 PM IST)










