તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th October 2024
રેલનગર-જંકશન પ્લોટ-પંચનાથ સહિતના વિસ્તારમાં ડિમોલીશનઃ ૪૦ કાચા-પાકા બાંધકામોનો કડૂસલો
એકજાનનગર, નહેરૂનગર, ત્થા ગાયકવાડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અન્વયે સીલ કરાયા

રાજકોટઃ મહાનગરપાલીકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૦૫/૧૦/૨૦૨૪ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડીમોલેશન તથા સીલની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.૩ રેલનગરમાં ટી.પી. સ્કીમ નં.૨૩(રાજકોટ), એફ.પી.નં.૨૪/૪ હેતુની જમીનમાંથી ગેરકાયદેસર રૂમનું અંદાજે ૨૦.૦૦ ચો.મી. જમીનમાં દબાણ, વોર્ડ નં.૩ માં સંતોષીનગર ફાટકથી મેઇન રોડ ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પરનાં ૬ જેવા દબાણો, વોર્ડ નં.રમા ગંગાદાસ આર. જોગરાણા, એકજાનનગર સોસાયટી, પ્લોટ નં.૧૦૯, એરપોર્ટ રોડ પરથી ગેરકાયદેસર ર-રૂમનું અંદાજે ૩૦.૦૦ ચો.મી. જમીનમાં દબાણ, વોર્ડ નં.૩માં પરસાણાનગર વિસ્તારમાં સાર્વજનીક પ્લોટ અને રોડમાંથી સાર્વજનીક પ્લોટ તથા રોડ ઉપર કુલ-૨૭ ઝુપડાનું તથા દબાણ, વોર્ડ નં.૭માં પચનાથ મંદિરની સામે પંચનાથ ટી.માંથી પાર્કિંગની જગ્યામાં દીવાલનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાત વોર્ડ નં.૩ મા રાજુ ફુડકોર્ટ, ગાયકવાડી મેઇન રોડ, જંકશન પ્લોટ, વોર્ડ નં.૩મા જલારામ બેકરી સિંધી કોલોની તથા વોર્ડ નં.ર મા ફોૈજી રેસ્ટોરન્ટ, નહેરૂનગર મેઇન રોડ ઉપર સહિતના ૩ સ્થળોથી ગેરકાયદેસર બાંધકામ અન્વયે સીલ કરવામાં આવેલ છે.
આ કામગીરી કમિશનર ડી.પી. દેસાઇની સુચના અનુસાર તથા એડી. સીટી એન્જીનીયર એ.એ. રાવલના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, ફાયર શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.
(3:47 PM IST)










