News of Monday, 7th October 2024
રાજકોટની દિકરીનો લંડનમાં ડંકો : રચના ત્રિવેદીને ઓકસફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ.ની પદવી

રાજકોટ તા. ૭ : તાજેતરમાં ઓકસફોર્ડ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ પદવીદાન સમારોહમાં રાજકોટના પ્રાદેશિક માહિતી કચેરીના પૂર્વ સહાયક માહિતી નિયામક જગદીશભાઇ ત્રિવેદી અને કિર્તીબેન ત્રિવેદીની એકમાત્ર સંતાન એવી દીકરી રચના ત્રિવેદીએ એકસીટીવ એમ.બી.એ.ની પદવી હાંસલ કરી બ્રહ્મસમાજ, ત્રિવેદી પરિવાર, જોષી પરિવાર અને રાજકોટનું ગૌરવ વધારેલ છે. ઉલ્લેખનીય છે કે રચના ત્રિવેદી પહેલેથી જ પ્રતિભાવન છે. બી.એસ.સી. આઇટી. સમગ્ર યુનિવર્સિટી પ્રથમ નંબરે ઉતીર્ણ કરેલ. ત્યાર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. થયેલ. જેમાં ગોલ્ડ મેડાલીસ્ટ હતી. યુનિવર્સિટી કેમ્પસ ઇન્ટરવ્યુમાં ઁદેશની વિશાળ આઇ.ટી. કંપની ટીસીએસમાં જોડાયેલ અને જર્મનીમાં જોબ શરૂ કરી હતી. હાલ લંડનમાં અમેરીકન કંપની કોગનીજન્ટમાં ઉચ્ચ હોદા પર કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રચના કેબી.સી.માં ૨૦૨૦ માં અમિતાભ સામે હોટ સીટ પર પણ બીરાજમાન થઇ ચુકી છે. તેની આવી ઉતરોતર પ્રગતિ બદલ ચોમેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(12:12 PM IST)










