<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

વડાળી શ્રી વિહોત માતાજીના મંદિરે ગુરૂવારે હવન

બપોરે ૧.૩૦ વાગે બીડુ હોમાશે, બટુક ભોજનનું પણ આયોજન : અતિ પૌરાણીક નિજ મંદિરે દરેક જ્ઞાતિના લોકો દર્શનનો લાભ લ્યે છે

રાજકોટ : શહેરની ભાગોળે ભાવનગર રોડ ઉપર આવેલ ત્રંબા ગામની અંદર આવેલ સુપ્રસિધ્ધ એવા વડાળી શ્રી વિહોત માતાજીના મંદિરે આઠમના તા. ૧૦ના ગુરૂવારે હવનનું આયોજન કરવામાં આવેલ છે.

અતિ પૌરાણીક અને વડાળી ગામમાં વિશાળ જગ્યામાં આવેલ શ્રી વિહોત માતાજીના મંદિરે ૧૦મીના ગુરૂવારે સવારે ૮ વાગ્યાથી હવનનો પ્રારંભ થશે. બપોરે ૧.૩૦ વાગે બીડુ હોમાશે. માતાજીના ભકતો માટે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અહિંની લોકવાયકા એવી છે કે, ચંડમુંડનો સંહાર કરી માતાજી ડુંગર ઉપર વિરામ કરતા હતા. દરમિયાન અમરીયા નામનો રાક્ષસનો સંહાર કર્યો એટલે તેઓ શ્રી વિહોત માતાજી તરીકે ઓળખાયા.

શ્રી કાન્તીબાપુ પૂજારી કહે છે કે અહિં દરેક જ્ઞાતિના ભાવિકો દરરોજ દર્શનનો લાભ લ્યે છે તો નવરાત્રી દરમિયાન તો મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડે છે.

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા સાથે વડાળી શ્રી વિહોત માતાજી મંદિરના પૂજારી કાન્તીબાપુ પુજારી મો. ૯૯૧૩૧ ૩૧૭૨૮ નજરે પડે છે.

(12:13 PM IST)