<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

બેભાન હાલતમાં બે મહિલા અને એક યુવાને દમ તોડતાં અરેરાટી

ઘંટેશ્વર ૨૫ વારીયાના સજ્જનબેન, મોટા મવાના અમીર અને ઓમનગરના રીટાબેનનું સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુ થયું

રાજકોટ તા. ૭: ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં સજ્જનબેન જેન્‍તીભાઇ અનેગવાડીયા (ઉ.વ.૪૯) રાતે દોઢેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સજ્જનબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ હયાત નથી. પેરેલેસીસની એટેક આવી ગયા બાદ બેભાન થઇ જતાં મૃત્‍યુ થયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં મોટા મવા મટુકી રેસ્‍ટોરન્‍ટ પાછળ ૨૫ વારીયામાં રહેતો અમીર મોહસીનભાઇ રહેમાન (ઉ.વ.૨૫) ઘરે બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તેણે કોઇ પ્રવાહી પી લીધાની શંકા તબિબને ઉપજતાં પોલીસ કેસ જાહેર કર્યો હતો. મોતનુ઼ કારણ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે. પીએસઆઇ ડી. બી. કારેથા વધુ તપાસ કરે છે.

ત્રીજા બનાવમાં મવડી ૧૫૦ રીંગ રોડ પર ઓમનગર ૪૦ ફુટ રોડ પર રહેતાં રીટાબેન મહેશભાઇ પતરીયા (ઉ.વ.૩૩)ને ચામડીની બિમારી હોઇ દવા ચાલુ હતી. દરમિયાન ગઇકાલે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેમના પતિ કારખાનામાં મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે ગાંધીગ્રામ, યુનિવર્સિટી અને તાલુકા પોલીસને જાણ કરી હતી

(3:07 PM IST)