<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

પૂર્વ ડે. મેયર ભીખાભાઇ વસોયાની પુણ્‍યસ્‍મૃતિમાં બુધવારે રકતદાન કેમ્‍પ - સર્વરોગ નિદાન કેમ્‍પ

કેમ્‍પ સ્‍થળે આયુષ્‍યમાન કાર્ડ કાઢી આપવા ખાસ વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૭ : શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને મહાનગરપાલીકાના પૂર્વ ડે. મેયર સ્‍વ. ભીખાભાઇ જસમતભાઇ વસોયાની ચોથી વાર્ષિક પૂણ્‍યતીથી નિમિતે તા. ૯ ના બુધવારે મહારકતદાન કેમ્‍પ તેમજ ફ્રી સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરાયુ છે.

સોરઠીયા પરિવારનીવાડી, મવડી બાયપાસ રોડ, મવડી ખાતે કાલે તા. ૯ ના સવારે ૮ થી ૧ સુધી યોજાનાર આ મહારકતદાન કેમ્‍પમાં વધુને વધુ લોકોએ રકતદાન કરવા અનુરોધ કરાયો છે. કેમ્‍પમાં સિવીલ હોસ્‍પિટલ, નાથાણી બ્‍લડ બેંક અને ફિલ્‍ડ માર્શન બ્‍લડ બેંકની ટીમ સેવા આપશે.

ઉપરાંત વિનામુલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પ પણ આજ સ્‍થળે રાખેલ છે. જેમાં マદય રોગ નિષ્‍ણાંત ડો. અંકુર ઠુંમર, ડો. મનદીપ ટીલારા, ક્રિટીકલ કેર અને ફિઝીશિયન વિભાગના ડો. મયંક ઠકકર, ડો. પ્રેમ લાખાણી, ગેસ્‍ટ્રોલોજી વિભાગના ડો. દેવાંગ ટાંક, ડો. કૃપેન ટેઇલર, યુરો સર્જરી વિભાગના ડો. કેતન પંડયા, ન્‍યુરો સર્જરી વિભાગના ડો. પ્રિયાંક વસાવડા સેવા આપશે. જયારે લેબોરેટરી વિભાગમાં ડો. તૃષાલી વઘાસીયા, ડો. ઉર્વી ડોબરીયા સેવા આપશે.

કેમ્‍પ દરમિયાન દવા તથા લેબ રીપોર્ટની સુવિધા સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ મેડીકલ સ્‍ટોરના સહયોગથી રાહતદરે અપાશે.

કેમ્‍પ સ્‍થળે પ્રધાનમંત્રી આયુષ્‍યમાન કાર્ડ ફ્રી કાઢી આપવાની વ્‍યવસ્‍થા પણ ગોઠવવામાં આવી છે. જરૂરી આધારો સાથે લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

વધુને વધુ સંખ્‍યામાં લોકોએ સ્‍વૈચ્‍છિક રકતદાન કરી માનવધર્મ બજાવવા અને જરૂરતમંદ લોકોએ નિદાન કેમ્‍પનો પણ લાભ લેવા વસોયા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જયદીપ ભીખાભાઇ વસોયા (મો.૯૯૨૪૪ ૩૯૩૯૪) અને પિન્‍ટુભાઇ પટેલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:25 PM IST)