<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

શહેર પોલીસની ‘શી' ટીમો પ્રાચીન-અર્વાચીન રાસોત્‍સવમાં પહોંચી મહિલા જાગૃતિ અભિયાનને બનાવે છે વેગવંતુ

અલગ અલગ શી ટીમોએ યુવતિઓ, બાળાઓ, મહિલાઓને ૧૦૦, ૧૮૧, સાયબર ક્રાઇમ, શી ટીમોની કામગીરીથી વાકેફ કર્યાઃ વૃધ્‍ધાશ્રમમાં ફ્રુટ વિતરણ કરી વૃધ્‍ધો સાથે વ્‍હાલથી વાતો કરીઃ શી ટીમોનું લેડીઝ ક્‍લબ દ્વારા સન્‍માન થયું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. એસ. બારીયા, પીઆઇ બી. ટી. અકબરી અને અલગ અલગ પોલીસ ઇન્‍સ્‍પેકટરની રાહબરીમાં શી ટીમના મહિલા

રાજકોટઃ શહેરના મહિલા પોલીસ સ્‍ટેશન અને અલગ અલગ પોલીસ સ્‍ટેશનોની શી ટીમોના મહિલા પોલીસ કર્મચારીઓ નવરાત્રી દરમિયાન અલગ અલગ પ્રાચીન અર્વાચીન રાસોત્‍સવની મુલાકાત લઇ બહેનોને અલગ મુદ્દે તેઓ જાગૃત બને તે માટે કાર્યક્રમો આપે છે. તે અંતર્ગત પુર્વ વિભાગની શી ટીમના હંસાબેન, દક્ષાબેન, જાગૃતિબેન, વનીતાબેન, ઉત્તર વિભાગના શી ટીમના વિમલબેન, વર્ષાબેન, ખુશાલીબેન સહિતે ખોડલધામ પાર્ટી પ્‍લોટના દાંડીયારાસ ખાતે પહોંચી ૭૦૦ બહેનોને પોલીસની મદદની જરૂર હોય તો તુરત જ ૧૮૧, ૧૦૦ નંબર પર ફોન કરવા તેમજ સાયબર ક્રાઇમ સહિતના મુદ્દે અવેરનેસ અંગે માહિતગાર કર્યા હતાં.

જ્‍યારે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનની શી ટીમના જાગૃતિબેન, એ-ડિવીઝનના સંગીતાબેન, તેજલબેન, અનિતાબા, બી-ડિવીઝનના કાજલબેન, જુલીબેન સહિતે રમણીકકુંવરબા વૃધ્‍ધાશ્રમની મુલાકાત લઇ પંચાવન સીનીયર સિટીઝનના ખબર પુછી તેમને ફ્રુટ દવા સહિતની ચીજવસ્‍તુ પુરી પાડી હતી. તેમજ જો મદદની કયારેય પણ જરૂર પડે તો ૧૦૦, ૧૮૧ ઉપર ફોન કરી શકાય તે અંગેની સમજ આપી હતી. વૃધ્‍ધો સાથે મહિલા પોલીસ કર્મચારીઓએ વ્‍હાલથી વાર્તાલાપ કરી તેમને સાંભળ્‍યા હતાં. આ વખતે સંચાલક ભાવનાબેન જોષીપુરા પણ ઉપસ્‍થિત રહ્યા હતાં. ઉપરાંત એ-ડિવીઝન શી ટીમના સંગીતાબેન, અનીતાબા, તેજલબેન, પુષ્‍પાબેન સહિતે શાષાી મેદાન ખાતેના રાસોત્‍સવમાં પેટ્રોલીંગ દરમિયાન પહોંચતા ત્‍યાં એક બાળક માતા-પિતાથી વિખુટુ પડી ગયું હોઇ ભારે જહેમત બાદ બાળકના પિતા જયદિપભાઇ ભટ્ટ કે જેઓ રામાપીર ચોકડી પાસે રહે છે તેમને શોધી ખરાઇ કરી બાળક સુપરત કરતાં તેમણે શી ટીમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ ઉપરાંત શી ટીમના મહિલા કર્મચારીઓએ અહિ ગરબે રમવા આવેલી બાળાઓ, યુવતિઓને અજાણ્‍યા વ્‍યક્‍તિઓની વાતમાં આવી તેની સાથે એકલા ન જવા, રાતે ભીડવાળા રસ્‍તેથી જ નીકળવા અને જરૂર પડે તો તુરત ૧૦૦, ૧૮૧ને ફોન કરવા વિશે સમજ આપી હતી.

જ્‍યારે લેડીઝ ક્‍લબ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મહિલા સન્‍માન સમારોહ યોજાયો હોઇ તેમાં શહેર પોલીસની શી ટીમોને ખાસ આમંત્રણ અપાયું હતું અને સન્‍માન કરાયું હતું. આ પ્રસંગે પ્ર.નગર પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાતે ખાસ હાજર રહી બાળાઓને પ્રોત્‍સાહીત કરી હતી અને સાયબર ક્રાઇમ, ઘરેલુ હીંસા વિશે સમજાવી તેમજ બાળાઓને ભણતરમાં પણ ધ્‍યાન આપવા સમજ આપી હતી. ભક્‍તિનગર શી ટીમના પલ્લવીબેને પણ શી ટીમના કાર્યોની માહિતી આપી હતી. પ્ર.નગર, ભક્‍તિનગર, આજીડેમ, યુનિવર્સિટી, થોરાળા, કુવાડવા, તાલુકા પોલીસ સ્‍ટેશનની શી ટીમોનું પણ સન્‍માન થયું હતું.

તેમજ પૂર્વ વિભાગ શી ટીમના હંસાબેન, દક્ષાબેન, જાગળતીબેન, વર્ષાબેન દ્વારા હુડકો ક્‍વાર્ટરમાં પ્રાાચીન ગરબી ખાતે પહોંચી  ૫૦ જેટલી બાળાઓ તેમજ મહિલાઓ  ઉપસ્‍થિત હોઇ તેમનામાં જાગૃકતા આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું અને જરૂ પડયે કોઇપણ જાતના ડર વગર શી ટીમની મદદ લઇ શકાય છે તે અંગે સમજણ આપી હતી. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પૂજા યાદવ, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ બી. ટી. અકબરી, પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીઆઇ આર. જી. બારોટ, પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાત, પીઆઇ કે. જે. કરપડા, પીઆઇ એ. બી. જાડેજા, પીઆઇ એન. જી. વાઘેલા, પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં શી ટીમો મહિલા જાગૃતિ અંગેના અભિયાનને વેગવંતુ બનાવી રહી છે. તસ્‍વીરોમાં શી ટીમોની અલગ અલગ આયોજનો ખાતેની આ કાર્યવાહી જોઇ શકાય છે.

(3:26 PM IST)