<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

રાજકોટ લોહાણા મહાજન આયોજીત

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા લોહાણા મહાજન રાસોત્‍સવ'માં શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ રીટાબેન કોટક, દિશીતભાઇ પોબારૂ, શ્રીમતિ યેશાબેન દિક્ષીતભાઇ પોબારૂ, શ્રીમતિ મીનાબેન ચગ, શ્રીમતિ હર્ષાબેન ચગ સહિતના લોકોએ રાસ ગરબાનો લ્‍હાવો માણ્‍યો હતો. ખેલૈયાઓએ પણ વિવિધ સ્‍ટાઇલમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. છેલ્લા રાઉન્‍ડમાં વંદેમાતરમ ગીતે ભારે જમાવટ કરી હતી અને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. મિહિરભાઇ તન્ના, ડો. સંકલ્‍પભાઇ વણઝારા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, શ્રી ધવલભાઇ કારીયા, વિગેરએ તિરંગા સાથે ‘વંદેમાતરમ' ગાનને વધાવ્‍યું હતું જે દૃશ્‍યમાન થાય છે. ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ લાલસેતા, ડો. મયંકભાઇ ઠક્કર, ડો. પીયુષભાઇ ઉનડકટ, ડો. હિરેનભાઇ કોઠારી, ડો. યજ્ઞેશભાઇ પોપટ, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ સહિતના મહાનુભાવો તસ્‍વીરમાં નજરે પડે છે. ન્‍યુઝ ફર્સ્‍ટના સીઇઓ શ્રી દિપકભાઇ રાજાણી તથા ડીએમએલ  ગ્રુપના ચેરમેનશ્રી હરિભાઇ લાખાણીએ પણ રાસ-ગરબાની મજા માણી હતી.

(3:32 PM IST)