<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

ન કદી જાણ્‍યો, ન કદી માણ્‍યો : ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ'

રાસ-ગરબાની રમઝટમાં ખેલૈયાઓ તરબોળ : હૈયેહૈયું દળાય તેટલી મેદની ઉમટી પડી : સુપ્રસિધ્‍ધ એસ.ડી. ગઢવી ઓર્કેસ્‍ટ્રા, વોટરડ્રમનું આકર્ષણ જગાવનાર સૌરભ ગઢવી, વિખ્‍યાત ગાયક કલાકારો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર અને તેની કોરસ સીંગર્સ ટીમ, એક લાખ વોટની અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, લોકપ્રિય એન્‍કર શિવરામસિંહ ચુડાસમા સહિતના સંગાથે રઘુવંશીઓએ ભારે જમાવટ કરી : અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને પંજાબ-હરીયાણાના પ્રભારી વિજયભાઇ રૂપાણી, રાજકોટના ધારાસભ્‍યો દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળા, આઇ.એમ. એ. ગુજરાત તથા રાજકોટના હોદ્દેદારો ડો. ભરતભાઇ કાકડીયા, ડો. કાન્‍ત જોગાણી, ડો. ભાવેશભાઇ સચદે સહિતના ડોકટર્સ, પંચનાથ હોસ્‍પિટલના ચેરમેન દેવાંગભાઇ માંકડ, સેક્રેટરી મયુરભાઇ શાહ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ ડો. ચેતનભાઇ લાલસેતા, ભાજપ ડોકટર સેલના ડો. પિયુષભાઇ ઉનડકટ, ડો. મયંકભાઇ ઠક્કર, કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગભાઇ વસાવડા, રઘુવંશી અગ્રણી ઘનશ્‍યામભાઇ જોબનપુત્રા સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના કરી ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કર્યા : પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ વિજેતાઓને આકર્ષક ઇનામોનથી નવાજવામાં આવ્‍યાઃ પૂરતી સલામતી સાથે પારિવારિક વાતાવરણમાં ખેલૈયાઓ-લોકો મન ભરીને રાસોત્‍સવ માણે છે : ‘અકિલા'ના માધ્‍યમથી વિશ્વના લાખો લોકો રાસોત્‍સવને ઘર બેઠા લાઇવ નિહાળી રહ્યા છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ દ્વારા બેનમૂન આયોજન

 રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા, મહાજન રાસોત્‍સવ-ર૦ર૪' માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરતા અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને હાલ પંજાબ-હરીયાણાના પ્રભારી શ્રી વિજયભાઇ રૂપાણી, રાજકોટના ધારાસભ્‍યો ડો. દર્શિતાબેન શાહ તથા શ્રી રમેશભાઇ ટીલાળા, પંચનાથ હોસ્‍પિટલના ચેરમેન શ્રી દેવાંગભાઇ માંકડ, સેક્રેટરીશ્રી મયુરભાઇ શાહ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ઇન્‍ડિયન મેડીકલ એસોસીએશનના ગુજરાત-રાજકોટના હોદ્દેદારો ડો. ભરતભાઇ કાકડીયા, ડો. કાન્‍ત જોગાણી, ડો. ભાવેશભાઇ સચદે સહિતના ડોકટર્સ હોદ્દેદારો-સભ્‍યો પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગભાઇ વસાવડા, લોહાણા મહાજનના ટ્રસ્‍ટી ડો. ચેતનભાઇ હિન્‍ડોચા વિગેરે તસ્‍વીરમાં નજરે પડે છે. અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ મીનાબેન હરીશભાઇ લાખાણી, શ્રીમતિ રીટાબેન કોટક, શ્રીમતિ જુલીબેન દેવાણી સહિતના લોકોએ રાસ-ગરબાની મજા માણી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે.  (૯.રર) 

રાજકોટ, તા. ૭ :  રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્‍સવ ભારે ઉત્‍સાહથી ઉજવાઇ રહ્યો છે. ત્‍યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્‍ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ ર૦ર૪'નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાસ-ગરબાની રમઝટમાં ખેલૈયાઓ રીતસર તરબોળ બની ગયા છે અને શનિવાર -રવિવાર દરમ્‍યાન હૈયેહૈયુ દળાય તેટલી વિશાળ મેદની ઉમટી પડી હતી.

અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪'માં પુરતી સલામતી સાથે સંપૂર્ણ પારિવારિક વાતાવરણમાં રઘુવંશી ખેલૈયાઓ, લોકો રાસોત્‍સવને માણી રહ્યા છે.

‘ન કદી જાણ્‍યો, ન કદી માણ્‍યો' એવા ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪' માં સુપ્રસિધ્‍ધ એસ. ડી. ગઢવી ઓર્કેસ્‍ટ્રા અને તેના સંચાલક તરીકે વોટરડ્રમનું આકર્ષણ જગાવનાર સૌરભ ગઢવી, વિખ્‍યાત ગાયક કલાકારો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવીન પરમાર અને તેની સાથેની ટીમ, એક લાખ વોટની અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, લોકપ્રિય એન્‍કર શીવરામસિંહ ચુડાસમા સહિતના સંગાથે રઘુવંશી ખેલૈયાઓ ભારે જમાવટ કરી રહ્યા છે. ‘અકિલા લાઇવ' ના માધ્‍યમથી વિશ્વના લાખો લોકો ઘર બેઠા આ જાજરમાન રાસોત્‍સવને નિહાળી રહ્યા છે.

સમગ્ર રાસોત્‍સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ મળી રહ્યા છે.

રાજકોટ લોહાણા મહાજનના બેનમુન આયોજનમાં માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરવા અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને હાલ પંજાબ-હરીયાણાના પ્રભારીશ્રી વિજયભાઇ રૂપાણી, રાજકોટના ધારાસભ્‍યો ડો. દર્શિતાબેન શાહ તથા શ્રી રમેશભાઇ ટીલાળા, વિખ્‍યાત પંચનાથ હોસ્‍પિટલના ચેરમેન અને ભાજપ અગ્રણીશ્રી દેવાંગભાઇ માંકડ, પંચનાથ હોસ્‍પિટલના સેક્રેટરી અને ભાજપ અગ્રણીશ્રી મયુરભાઇ શાહ, ઇન્‍ડિયન મેડીકલ એસોસીએશનના હોદ્દેદારો-સભ્‍યો ડો. ભરતભાઇ કાકડીયા (પ્રેસિડેન્‍ટ, આઇ.એન. એ. ગુજરાત), ડો. કાન્‍ત જોગાણી (પ્રેસિડેન્‍ટ, આઇ.એમ.એ. રાજકોટ), ડો. ભાવેશભાઇ સચદે (વાઇસ પ્રેસીડેન્‍ટ, આઇ.એમ.એ. ગુજરાત), ડો. અતુલભાઇ પંડયા, ડો. દીપેશભાઇ ભલાણી, ડો. પારસભાઇ શાહ, ડો. દર્શનાબેન પંડયા, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ડો. દેવયાનીબેન હિન્‍ડોચા, ડો. કમલેશભાઇ કાલરીયા, ડો. અમીતાબેન ભલાણી, ડો. સંજયભાઇ ટીલાળા, ડો. જયેશભાઇ ડોબરીયા, ડો. હિરેનભાઇ કોઠારી, ડો. યજ્ઞેશભાઇ પોપટ, ડો. સ્‍વાતિબેન પોપટ, ડો. તેજસભાઇ કરમટા, ગીરીરાજ હોસ્‍પિટલના ચેરમેન શ્રી રમેશભાઇ ઠક્કર અને ચીફ ફીઝીયો ડો. મયંકભાઇ ઠક્કર, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ ડો. ચેતનભાઇ લાલસેતા, રાજકોટ ભાજપ ડોકટર સેલના ડો. પિયુષભાઇ ઉનડકટ, કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગભાઇ વસાવડા, રઘુવંશી અગ્રણી શ્રી ઘનશ્‍યામભાઇ જોબનપુત્રા, ડો. મિહીરભાઇ તન્ના, ડો. સંકલ્‍પભાઇ વણઝારા, ડો. અતુલભાઇ બદીયાણી, કેપ્‍ટન હેમંત વ્‍યાસ, શ્રી અમિતભાઇ રૂપારેલીયા, શ્રી નરેન્‍દ્રભાઇ નથવાણી, શ્રી મિતેષભાઇ બદિયાણી, ડો. નિતાબેન કાકડીયા, ડો. કમલેશભાઇ કાલરીયા, ડો. તેજસભાઇ કરમટા, તેજલબેન કોઠારી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

 પ્રિન્‍સ -પ્રિન્‍સેસ-વેલડ્રેસ વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામોથી નવા જવામાં આવે છે. શનિવાર ત્રીજા નોરતે પ્રિન્‍સેસ તથા કિડઝ પ્રિન્‍સેસ તરીકે શ્રેયા કારીયા, સેજલ રાયઠઠ્ઠા, કશિષ સામાણી, સેજલબેન, દિયા બદીયાણી, હેત્‍વી પાબારી, રીયા લાલ, ખુશી ચંદારાણા, ચાર્મી જીવાણી, નિધિ મજીઠીયા, વંશીકા પોપટ, દિવ્‍યા સોમ માણેક, આર્વી નથવાણી, થૈયા પંડીત, ધ્રુવી બુધ્‍ધદેવ, રીવા અનડા તથા વેલડ્રેસમાં કેશવી રાજપોપટ અને રાહી કોટેચા વિજેતા બન્‍યા હતા.

પ્રિન્‍સ તથા કીડઝ પ્રિન્‍સ તરીકે પવન ગણાત્રા, કેવિન ભીમાણી, હેત કંટારીયા, સંસ્‍કાર તન્ના સાહિલ, રાયઠઠ્ઠા, ચિરાગ માધાણી, ચેતન અનડકટ, કિશન ગણાત્રા, વિશેષ સાદરાણી, ધ્રુવ રાડીયા, અંજનાબેન ધાર્મિક રવાણી, માનિત સોમૈયા, પાર્થ વેકરીયા, દેવાંશ સોમૈયા તથા વેલડ્રેસમાં આકાશ ખખ્‍ખર અને જીમીત કેશરીયા, વિજેતા બન્‍યા હતા.

ગઇકાલે રવિવારે ચોથા નોરતે પ્રિન્‍સેસ તથા કીડઝ પ્રિન્‍સેસ તરીકે મહેક શીંગાળા, પંકિત કોટક, ગ્રીવા લાખાણી, રૂત્‍વી નથવાણી, મોક્ષા પોપટ, રૂદ્રા ચંદારાણા, એકતા કકકડ, મહેશ પોપટ, મીરાણી કેસરીયા, રીયા દાસાણી, ગ્રીષ્‍મા પોપટ, ખુશી કોટેચા, પ્રિયાંશી બદીયાણી, ખુશાલી રાયઠઠ્ઠા, શ્રેયા વસાણી, ત્રિશા પોપટ તથા વેલડ્રેસમાં મધુબેન ગોજીયા અને રીયા બુધ્‍ધદેવ વિજેતા બન્‍યા હતા.

પ્રિન્‍સ તથા કીડઝ પ્રિન્‍સ તરીકે ચીરાગ કોટક, રાજેશભાઇ જસાણી, મીત ઠકક્ર, મનન સોમૈયા, હર્ષ ખંધેડીાય, પ્રિત રૂપારેલીયા, અક્ષર ખખ્‍ખર, કલ્‍પેશ કોટક, હર્ષ રાયઠઠ્ઠા, દેવ દક્ષિણી, કુશ ખખ્‍ખર, વેદાંત લીંબાસીયા, રામ રાડીયા, જય વિઠ્ઠલાણી, અર્પિત ઓંધીયા તથા વેલડ્રેસમાં જય તન્ના અને ધીરેન પોંદા  વિજેતા બન્‍યા હતા.

હજ્‍જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્‍સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્‍સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્‍ખર, લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્‍ડોચા, શ્રી ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્‍યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્‍ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્‍ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે.

(3:32 PM IST)