News of Monday, 7th October 2024
રાજકોટ યાર્ડમાં મગફળીની ર૦ હજાર ગુણી-કપાસની ૧૦ ભારીની આવક

રાજકોટ : સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના રાજકોટ યાર્ડમાં નોરતામાં ખરીફ પાક મગફળી અને કપાસની પુષ્કળ આવકો શરૂ થઇ ગઇ છે. આજે રાજકોટ યાર્ડમાં મગફળીની ર૦ હજાર ગુણીની આવકો થઇ હતી. મગફળી જાડી એક મણના ભાવ ૯૦૦ થી ૧૧૩પ અને મગફળી જીણીના એક મણના ભાવ ૧૦૮૦ થી ૧૪ર૧ ભાવે સોદા પડયા હતાં. કપાસની ૧૦ હજાર ભારીની આવક થઇ હતી. કપાસ એક મણના ભાવ ૧૩૦૦ થી ૧૬૬૦ રૂા. ના ભાવે સોદા પડયા હતાં. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તથા ડીરેકટરો અને સ્ટાફ દ્વારા ઉત્તરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી.
(3:34 PM IST)










