<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

જય કોટેચાના ૩૪માં જન્‍મદિન પ્રસંગે ૨૦મીએ થેલેસેમીયા પીડીત બાળકો માટે મેડીકલ માર્ગદર્શન કેમ્‍પ-આનંદોત્‍સવ

કોટેચા પરિવારનો સહયોગઃ ‘પહેલા થેલેસેમીયા ટેસ્‍ટ, પછી જ સગાઇ કે લગ્ન' સુત્ર અપનાવવા અપીલ

રાજકોટઃ વિવેકાનંદ યુથ ક્‍લબ તથા હરીહર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્‍છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુલભાઈ કોટેચા(થેલેસેમીયા મેજર યુવાન)ના ૩૪ માં જન્‍મદિન નિમીતે સૌરાષ્ટ્ર-કચ્‍છના થેલેસેમીયા પીડીત બાળકો માટે તા. ૨૦, ઓકટોબર, રવીવારે, હરીહર સોસાયટી, હરીહર કોમ્‍યુનીટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે બપોરે ૩ વાગ્‍યાથી રાત્રીના ૮ વાગ્‍યા સુધી મેડીકલ માર્ગદર્શન સેમીનાર અને આનંદોત્‍સવ યોજાશે. આ કાર્યક્રમમાં બાળકોને નાસ્‍તો, ભોજન અને વિવિધ ગેમ્‍સ રમાડવામાં આવશે.

જય જીતુલભાઈ કોટેચાના ૩૪ માં જન્‍મદિન નિમીતે જીતુલભાઈ જયંતીલાલ કોટેચા, શ્રીમતી દીપાબેન જીતુલભાઈ કોટેચા, તથા કોટેચા પરીવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સૌરાષ્ટ્ર-કચ્‍છના થેલેસેમીયા પીડીત બાળકો યોજાનાર મેડીકલ માર્ગદર્શન સેમીનાર તથા આંનદોત્‍સવમાં થેલેસેમિયા મેજર દર્દીઓ માટેના મેડીકલ માર્ગદર્શન કાર્યક્રમમાં અમદાવાદથી નિષ્‍ણાંત તબીબ, જાણીતા હેમેટોલોજીસ્‍ટ ડો. નિર્સગ ઠકકર (ત્રિશા મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ, અમદાવાદ) સૌરાષ્ટ્રના જાણીતા હાર્ટ સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો. રાજેશ તૈલી ખાસ ઉપસ્‍થિત રહી થેલેસેમીયા ગ્રસ્‍ત બાળકોને માર્ગદર્શન આપશે.

થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવારને વિવિધ બ્‍લડ બેંકો, ડોક્‍ટર્સ મીત્રો, સમાજની સર્વે સંસ્‍થાઓ, વિવિધ જ્ઞાતિ મહાજનો, રાજકોટ લોહાણા મહાજન, અખિલ સૌરાષ્ટ્ર - કચ્‍છ રઘુવીર સેના (રાજકોટ), ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી, એડવોકેટ યોગેશભાઈ લાખાણી, હોસ્‍પિટલ સેવા મંડળ, અંબિકા ટ્રસ્‍ટ, જગતસિંહ જાડેજા, ભારત વિકાસ પરીષદ, મુકેશભાઈ દોશી, ડી.વી. મહેતા (લાઈફ સંસ્‍થા), જૈન સોશ્‍યલ ગૃપ પરીવાર, પુરૂષાર્થ યુવક મંડળ, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિનય જસાણી, સંકલ્‍પ ટ્રસ્‍ટ, થેલેસેમીયા પીડિત બાળકો માટે કાર્ય કરતી સંસ્‍થાઓ, બડા બજરંગ મિત્ર મંડળ સહિતનાનો સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે.

ટુંક સમયમાં સંકલ્‍પ ઈન્‍ડીયા ફાઉન્‍ડેશન (બેંગ્‍લોર)ના માર્ગદર્શન અને સહયોગથી વિશ્વકક્ષાનું સદગુરૂ લોક કલ્‍યાણ ફાઉન્‍ડેશન આધુનીક બ્‍લડ ટ્રાન્‍સમીશન સેન્‍ટર કરણપરા, લોહાણા મહાજનવાડી, રાજકોટ ખાતે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, ડો. નિશાંત ચોટાઈ, ડો. જનકભાઈ ઠકકર, ઉમેશભાઈ નંદાણી, કિશોરભાઈ કોટક, જીતુલ કોટેચા તથા રાજકોટ લોહાણા મહાજનનાં સહકારથી શરૂ થવા જઈ રહયું છે.

આ મેડીકલ માર્ગદર્શન સેમીનારમાં ઉપસ્‍થિત રહેવા સૌ થેલેસેમીક બાળકોને વધુને વધુ લાભ લેવા માટે વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, જીતુલ કોટેચા, ડો. રવિ ધાનાણી, , કલ્‍પેશભાઈ પલાણ, સંજયભાઈ કક્કડ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, દીપકભાઈ રાજાણી, બાલાભાઈ સૌમૈયા, હિરેનભાઈ વડેરા, ડો. રમેશભાઈ ભાયાણી, હિતેશભાઈ ખખ્‍ખર તથા હરીહર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ વિમલભાઈ ડી. જાની, વિજયસિંહ ડી. ચૌહાણ, હરીભાઈ એમ. પટેલ, મૌલિક્‍ભાઈ એસ. ઢેબર, ચંદુભાઈ આર. પટેલ, જીતેષભાઈ પી. શાહ, યોગેશભાઈ એ.ઘેલાણી, સુનીલભાઈ એમ. ભીંડી, શાંતિલાલ ટી. ફળદુ, સેજલબેન આર. વાઢેર, નીશાબેન કે. ચૌહાણ સહિનાઓ ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(3:54 PM IST)