તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
ગાંધીગ્રામની ૧૦૦૦ થી વધુ ગરબીની બાળાઓને જાડેજા પરિવાર દ્વારા પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રસાદ અને લ્હાણી વિતરણ

રાજકોટઃ શકિત અને ભકિતના પર્વ જગત જનની નવદુર્ગાના નવલા નોરતામાં ગાંધીગ્રામ વિસ્તારના ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજા (હડમતીયા જંકશન) પરિવાર દ્વારા ગાંધીગ્રામ વિસ્તારની ર૮ થી વધુ ગરબીની ૧૦૦૦ થી વધુ બાળાઓને પ્રસાદી તથા લ્હાણી વિતરણનો કાર્યક્રમ શ્રી આશાપુરા મંદીર ખાતે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જાડેજા પરિવાર દ્વારા ગાંધીગ્રામ વિસ્તારની ગરબીની ૧૦૦૦થી વધુ બાળાઓને પ્રસાદ તથા લ્હાણી વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, પુર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, આહીર સમાજના અગ્રણી ઘનશ્યામભાઇ હેરભા, રાજકોટ જીલ્લા પંચાયતના સભ્ય ગીરીરાજસિંહ જાડેજા (હડમતીયા), શહેર ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા (વાવડી), શહેર ભાજપના મંત્રી માધવભાઇ દવે, શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીતભાઇ વાડોલીયા, વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા, દુર્ગાબા જયદીપસિંહ જાડેજા, વોર્ડ નં. ર ના કોર્પોરેટર મીનાબા અજયસિંહ જાડેજા, કોર્પોરેટર કીર્તીબા રાણા, શિક્ષણ સમીતીના સભ્ય વિક્રમસિંહ જાડેજા, શિક્ષણ સમીતીના પુર્વ સભ્ય નરેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીસિંહ વાળા(કન્વીનર રમત ગમત સેલ), પ્રિતેશભાઇ પોપટ (સીડબલ્યુસી ચેરમેન), પડધરી યુવા ભાજપના પ્રમુખ ભગીરથસિંહ જાડેજા, વોર્ડ નં. ર ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટના રાજેન્દ્રસિંહ ઝાલા(એડવોકેટ), મહાવીરસિંહ જાડેજા (નાનામૌવા), યુવરાજસિંહ ચુડાસમા (અણીયારી), પ્રવિણસિંહ ઝાલા (નેકનામ), મહિપતસિંહ જાડેજા (સણોસરા), શિતલ પાર્કના રવિરાજસિંહ સરવૈયા, ભોજુભા જાડેજા (નાનામૌવા), વોર્ડ નં.૧ ના પ્રભારી કાથડભાઇ, વોર્ડ નં. ૧ના ભાજપ પ્રમુખ કાનજીભાઇ સતવારા, મહામંત્રી નાગજીભાઇ, ગૌરવભાઇ, પુર્વ પ્રમુખ રામદેવભાઇ આહીર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોના હસ્તે બાળાઓને લ્હાણી વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ગાંધીગ્રામ વિસ્તારના જયરાજસિંહ જાડેજાની ટીમના ઉદયભાઇ, ભીખાભાઇ, હરવિજયસિંહ, હરદીપસિંહ, મનીષભાઇ, વિનુભાઇ, ઋતુરાજસિંહ, વિશાલભાઇ, હિતેષભાઇ, સત્યજીતસિંહ તથા મયુરસિંહ સહીતનાએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં ઉપસ્થિત પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પાઘડી પહેરાવી સન્માન કરતા જયરાજસિંહ જાડેજા, લ્હાણી વિતરણ કરતા નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી સહીતના અગ્રણીઓ તથા છેલ્લી તસ્વીરમાં પ્રસાદ લેતી ગરબીની બાળાઓ નજરે પડે છે. (૪.૨૮)
(2:50 PM IST)










