<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

સસ્‍તા અનાજના દુકાનદારોની હડતાલનો ૯ મો દિવસ : રાજકોટ શહેર-જીલ્લાના ૩ લાખ ગરીબ કાર્ડ હોલ્‍ડરોમાં ભારે દેકારો

૩ લાખ કાર્ડ ધારકોના ૧૧ લાખ લોકો ઘઉં-ચોખા-તુવેરદાળ-મીઠૂ-ખાંડ-ચણા તેલથી વંચિત : પુરવઠા નિયામકે આજે બપોરે રાા વાગ્‍યે લેખીતમાં ફરી મંત્રણા માટે બોલાવ્‍યાઃ જો સમાધાન નહિ થાય તો સ્‍થિતિ વણસશે : પુરવઠા નિગમના ૧ર ગોડાઉનોમાં માલનો ભરાવોઃ તુવેરદાળ તો હજુ આવી નથીઃ મજૂરો ૯ દિ'થી બેકારઃ ફાટી નીકળેલો રોષ

રાજકોટ તા. ૯: રાજકોટ સહિત રાજયભરના ૧૭ હજાર જેટલા સસ્‍તા અનાજના દુકાનદારો ર૦ હજાર કમિશન અને ૯૭ ટકા ઓનલાઇન મુદે હડતાલ પર ઉતરી ગયા છે, આજે હડતાલનો ૯મો દિવસ છે, એક વખત મંત્રણા થઇ પણ તે પડી ભાંગી, આજે બીજી વખત પુરવઠા નિયામકે લેખીતમાં બપોરે રાા વાગ્‍યે સસ્‍તા અનાજના દુકાનદાર એસો.ના હોદેદારોને મંત્રણા માટે બોલાવ્‍યા છે, જો આજે સમાધાન નહિં થાય અને કોઇ નીવેડો નહિં આવે તો સ્‍થિતિ વણસશે, તેમ પુરવઠાના જ અધિકારીઓ માની રહ્યા છે.

હડતાલ આજે ૯માં દિવસમાં પ્રવેશી છે, રેશનીંગ દુકાનદારો દુકાન ખોલતા નથી, પરિણામે રાજકોટ શહેર-જીલ્લાના ૩ લાખ ગરીબ કાર્ડ હોલ્‍ડરોમાં ભારે દેકારો મચી ગયો છે, બીપીએલ, અત્‍યોંદય, NFSA ના કુલ ૩ લાખ કાર્ડ ધારકોના ૧૧ લાખ લોકો ઓકટોબર મહિનાના ઘઉં-ચોખા-તુવેરદાળ, મીઠૂ-ખાંડ-વધારાની ખાંડ, ચણા અને દિવાળીના ૧ લીટર સ્‍પે. કપાસીયા તેલથી વંચિત છે, જો હડતાલ લાંબી ચાલી તો દુકાનો ઉપર માલ પહોંચવો મુશ્‍કેલ બની જશે, વિતરણ ખોરંભાશે તો ભારે દેકારો મચી જશે.

રાજકોટ શહેર-જીલ્લાના પુરવઠા નિગમના ગોડાઉનોમાં માલનો ભરાવો થયો છે, જો કે તુવેરદાળ હજુ આવી નથી, મજૂરો ૯ દિ'થી બેકાર બની ગયા છે, આ લોકોમાં પણ પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છે, પુરવઠા ખાતુ આજે તાકિદે નિવેડો લાવે તેવી માંગણી કરી રહ્યા છે.

(2:51 PM IST)