<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

કાલે મારવાડી યુનિવર્સિટીમાં યુગાન્‍ડાના સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરાશે

૧પ૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છેઃ ડિબેટ, કિવઝ, સાંસ્‍કૃતિક પ્રદર્શન યોજાશે

‘‘અકિલા'' કાર્યાલયે આયોજકો વિગતો આપતા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: એસોસિએશન ઓફ યુગાન્‍ડા સ્‍ટુડન્‍ટ્‍સ ઇન ઇન્‍ડિયાAUSI મી ઓકટોબર, ર૦ર૪ના રોજ મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ગુજરાત ખાતે આયોજિત તેના પ્રકારના પ્રથમ યુગાન્‍ડાના સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાશે. જેની ‘‘અકિલા'' કાર્યાલયે આયોજકોએ માહિતી આપી હતી.

AUSI એ એક બિન-નફાકારક, બિન-સરકારી સંગઠન છે જે ભારતમાં અભ્‍યાસ કરતા યુગાન્‍ડાના તમામ વિદ્યાર્થીઓને ‘‘ભારતમાં અભ્‍યાસ કરતા યુગાન્‍ડાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક, વ્‍યવસાયિક અને સાંસ્‍કૃતિક રીતે જોડાવા, સહયોગ કરવા અને વિકાસ કરવા માટે એક સ્‍પ્રિંગબોર્ડ પ્રદાન કરવાના મિશન સાથે એક કરે છે. અમારો ઉદ્દેશ્‍ય સગવડ કરવાનો છે. ભારતીય અને યુગાન્‍ડાના બજારોની ઉંડી સમજ સાથે કાર્યક્ષમ બિઝનેસ લીડર્સ અને પ્રોફેશનલ્‍સને તૈયાર કરવા માટે નોલેજ શેરિંગ, ઇન્‍ટરર્નશિપની તકો અને મેન્‍ટરશિપ પ્રોગ્રામ્‍સ''

સ્‍વતંત્રતા દિવસની ઉજવણીનો હેતુ છે યુગાન્‍ડાના વિદ્યાર્થીઓને આપણા દેશના ઇતિહાસની ઉજવણી કરવા અને સમજવા માટે ભારતમાં એક સાથે લાવવું. આપણી માતૃભૂમિ માટે દેશભકિત અને પ્રેમને ઉત્તેજન આપવું. દેશના તમામ AUSI અલગ-અલગ ખુણેથી આવેલા વિદ્યાર્થીઓ અને મહેમાનો વચ્‍ચે કનેકશન અને ઇન્‍ટરએકશનને પ્રોત્‍સાહન આપવું.

એકતાને પ્રોત્‍સાહન આપવું, એ વાત પર ભાર મૂકવો કે આપણા સાંસ્‍કૃતિક, ભાષા અને ધર્મના તફાવતો હોવા છતાં, આપણે એક જ દેશના નાગરિકો તરીકે એક છીએ.ઇન્‍ટરેકિટવ શિક્ષણને પ્રોત્‍સાહન આપવું, ડિબેટ, કિવઝ, સાંસ્‍કૃતિક પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અમે ઇતિહાસ અને સંસ્‍મરણોને યાદ કરવા માટે બનાવીએ ત્‍યારે તમારી હાજરી મહત્‍વપૂર્ણ રહેશે. અમે તમને ત્‍યાં જોવા માટે આતુર છીએ. તેમ રાજેષજી ચપલોટ, મિલનભાઇ રાણપરા, મોઝીસ, વિકટર, ડેવીના, વિજય કારીઆ એ જણાવ્‍યું છે.

(2:53 PM IST)