<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

છઠ્ઠા નોરતે મા કાત્‍યાયનીનું પૂજન

આજે આસો શુદ છઠ્ઠને  બુધવારે, છઠ્ઠા નોરતે માતાજી કાત્‍યાયનીનું પૂજન માતાજીનાં છઠ્ઠા સ્‍વરૂપનું નામ ભગવતી કાત્‍યાયની છે.

મહર્ષિ કાત્‍યાયનને ત્‍યાં પુત્રી રૂપે જન્‍મ લીધેલો હોવાથી ભગવતી કાત્‍યાયનીના નામથી પ્રસિધ્‍ધ થયા છે. એક કથા પ્રમાણે માતાજીએ આસો વદ ચૌદશનાં દિવસે મહર્ષિનાં ઘરે જન્‍મ લઈ અને આસો શુદ સાતમ આઠમ નોમની પૂજા સ્‍વીકારી અને દશમનાં દિવસે માતાજીએ મહિષાસુરનો વધ કરેલો.

માતાજી કાત્‍યાય ની વ્રજ મંડળનાં અધિષ્ઠાત્રી દેવીનાં રૂપમાં પ્રસિધ્‍ધ છે . માતાજીનું સ્‍વરૂપ ભવ્‍ય છે માતાજીનાં ચાર હાથમાં જમણા હાથમાં અભય વરદાન આપે છે . ડાબી બાજુનાં હાથમાં તલવાર અને કમળ છે . વાહન સિંહનું છે . માથા ઉપર સોનાનો મુકુટ છે . માતાજીની ઉપાસના છઠ્ઠા નોરતે કરવામાં આવે છે . માતાજીની ઉપાસનાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે

બીજ મંત્ર : ૐ શ્રીં શ્રીં ત્રિનેત્રાયનમઃ

નૈવેધઃ માતાજીને સાકરવાળા દુધનો પ્રસાદ અર્પણ કરવો. અને મધ અર્પણ કરવાથી ધનની પ્રાપ્તી થાય છે.

જેના વિવાહ ન થતા હોય તો મા કાત્‍યાયનીનું પૂજન કરવું ફળદાયક રહેશે.

શાસ્ત્રી  રાજદીપ જોશી (વેદાંત રત્‍ન)

(3:09 PM IST)