News of Wednesday, 9th October 2024
હાથીખાના શેરી નં. ૩ રામનાથપરા અને ર કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેરઃ કલેકટર દ્વારા જાહેરનામું
લાલપરી-ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં કોલેરા શેરડીના રસના ચીચોડા-બરફ-બરફમાંથી બનતી ચીજો સહિતની ચીજોના વેચાણ પર પ્રતિબંધ

રાજકોટ તા. ૯ :.. રાજકોટ શહેરના લાલપરી, ગ્રીનલેન્ડ લાલપરી, ગ્રીનલેન્ડ ચોકડી પાસેના વિસ્તારમાં શંકાસ્પદ કોલેરાનો ૧ કેસ નોંધાયેલ હોવાનો અહેવાલ આરોગ્ય અધિકારી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મળતા, જે ધ્યાને લેતા રાજકોટ શહેરના હાથીખાના શેરી નં. ૩, રામનાથપરા વિસ્તાર અને તેની આજુબાજુના ર કિ. મી.ના વિસ્તારમાં પ્રતિબંધો મુકાયા છે. આ રોગચાળો દુષિત પાણી પીવાથી તેમજ આ પાણીના વપરાશથી બનતા અને ખુલ્લામાં બજારમાં વેંચાતા ખાદ્ય પદાર્થ જેવા કે શેરડીનો રસ, દુષિત પાણીથી બનતો બરફ, કુલ્ફી, લોકલ ઠંડા પીણા, છાશ, દૂધની બનાવટો વગેરેના ઉપયોગથી ફેલાતો હોય રોગચાળો ફેલાતો અટકાવવા માટે તાત્કાલીક અસરથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું.
લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકાવવાના હેતુથી રાજકોટ શહેરના હાથીખાના શેરી નં. ૩૪ રામનાથપરા વિસ્તાર તથા આજુબાજુના ર કિ. મી. વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા, સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટૂકડા કરી તેનું વેંચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેંચાણ પર પ્રતિબંધ મુકાયો હતો, આથી ડો. નવનાથ ગવ્હાણે (આઇ. એ. એસ.), જીલ્લા મેજીસ્ટ્રેટે, તા. ૮-૧૦-ર૦ર૪ થી તા. ૭-૧ર-ર૦ર૪ સુધીના સમયગાળા માટે રાજકોટ શહેરના હાથીખાના શેરી નં. ૩, રામનાથપરા વિસ્તાર તથા આજુબાજુનો ર કિ. મી. નો વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે.
(4:41 PM IST)










