<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

મનપા દ્વારા વેસ્‍ટ ઝોનમાં સેવાસેતુ કેમ્‍પઃ કુલ રૂા. ૮૮ કરોડની ૪૨ હજાર લાભાર્થીઓને સહાય

મહાનગરપાલિકા દ્વારા આજે પૂ.પ્રમુખ સ્‍વામિ ઓડિટોરિયમ ખાતે દસમાં તબક્કાનું આયોજન ‘સેવા સેતુ'નો દસમો તબક્કો યોજાઇ રહ્યો છે જે ‘સેવા સેતુ' કાર્યક્રમની સફળતા દર્શાવે છેઃ નયનાબેન પેઢડીયા

રાજકોટ,તા.૯: મહાનગરપાલિકા દ્વારા પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે, તેવા હેતુથી રાજય સરકાર દ્વારા વિશેષ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે દસમાં તબક્કાનો ‘સેવા સેતુ' કેમ્‍પનુ આજે વેસ્‍ટ ઝોનમાં આવેલ પૂ.પ્રમુખ સ્‍વામિ ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ. આ કેમ્‍પનું દિપ પ્રાગટ્‍ય વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહના વરદ હસ્‍તે કરી ખુલ્લો મુકવામાં આવેલ. આ કેમ્‍પમાં અધ્‍યક્ષ સ્‍થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ.  

આ ‘સેવા સેતુ કેમ્‍પ'માં નાગરિકોને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી સરકારી  કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે, તે હેતુથી ‘સેવા સેતુ' કેમ્‍પમા પોતાના જ વિસ્‍તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્‍થળ પર જ નિકાલ  કરવામાં આવે છે. જેમાં પી.એમ. સ્‍વનિધિ યોજના, હેલ્‍થ કેમ્‍પ, આર.સી.એચ., આયુષ્‍યમાન યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્‍વચ્‍છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ-બસ સેવા, ‘અમૃત' યોજના, પી.એમ. ઉજ્જવલા યોજના, પી.એમ. મુદ્રા લોન યોજના, ડિજિટલ પેમેન્‍ટ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સહિતની સરકારની યોજનાનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય શ્રી ડો.દર્શિતા શાહએ જણાવ્‍યું હતું કે, ‘જયાં માનવી ત્‍યાં સુવિતા'ના મુખ્‍ય ઉદ્દેશ્‍ય સાથે શરુ કરવામાં આવેલ ‘સેવા સેતુ' કેમ્‍પનું આજે વેસ્‍ટ ઝોનમાં આયોજન કરવામાં આવેલ છે. ૭ ઓક્‍ટોમ્‍બર, ૨૦૦૧ના દિવસે નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા ત્‍યારથી આજ સુધી ગુજરાતમાં અવિતર વિકાસ થતો આવ્‍યો છે અને ત્‍યારબાદ હાલના મુખ્‍યમંત્રી આદરણીય ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા વિકાસની યાત્રાને ગતિ આપી છે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાએ જણાવ્‍યું હતું કે, ‘સેવા સેતુ' કેમ્‍પની શરૂઆત વર્ષ ૨૦૧૬માં કરવામાં આવી હતી. ત્‍યારથી લઈને આજ સુધીમાં નવ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે અને તેનો લાખોની સંખ્‍યામાં લાભાર્થીઓને લાભ પ્રાપ્ત થયેલ છે. ‘સેવા સેતુ'નો દસમો તબક્કો યોજાઈ રહ્યો છે જે ‘સેવા સેતુ'ની સફળતા દર્શાવે છે.

આ ‘સેવા સેતુ' કેમ્‍પનો ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ તથા મંચસ્‍થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું શાબ્‍દિક સ્‍વાગત સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર  દ્વારા કરવામાં આવેલ તેમજ ઉપસ્‍થિત મંચસ્‍થ મહાનુભાવોનું પુષ્‍પ અને ખાદીના રૂમાલ વડે શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ તેમજ આભાર વિધિ વોર્ડ નં.૯ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા દ્વારા કરવામાં આવેલ.

 આ ‘સેવા સેતુ' કેમ્‍પમાં વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ, મેયર નયનાબેન પેઢડીયા, વિધાનસભા-૭૦ના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ  કિરણબેન માંકડિયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, પ્‍લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, એસ્‍ટેટ કમિટી ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોર્પોરેટરો દક્ષાબેન વસાણી, અલ્‍પેશભાઈ મોરજરીયા, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, ડો.દર્શનાબેન પંડ્‍યા, દુર્ગાબા જાડેજા, જયોત્‍સનાબેન ટીલાળા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ નં.૧નાં પ્રભારી કાથડભાઈ ડાંગર, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, વેસ્‍ટ ઝોનના નાયબ કમિશનર સી.કે.નંદાણી, સેન્‍ટ્રલ ઝોનના નાયબ કમિશનર એચ.આર.પટેલ, સેક્રેટરી એચ.પી.રૂપારેલીઆ, સિટી એન્‍જીિનયર કુંતેશ મહેતા, ભાવેશ જીવાણી, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, આસી.કમિશનર દિપેન ડોડીયા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, મેનેજર મયુર ખીમસુરીયા, વત્‍સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્‍યા, ફાલ્‍ગુની કલ્‍યાણી, પી.એ.ટેક. ટુ કમિશનર હિમાંશુ દવે, વોર્ડ એન્‍જીિનયર વિજય કારીયા, નાયબ કાર્યપાલક ઈજનેર બીરજુ મહેતા, વેસ્‍ટ ઝોન નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી, સરકારશ્રીની વિવિધ કચેરીના અધિકારી-કર્મચારીઓ તેમજ બહોળી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહેલ હતાં.

(3:20 PM IST)