News of Wednesday, 9th October 2024
લૂંટ, મારામારી અને દારૂ સહિત ડઝનેક ગુનામાં સામેલ સમીર ઉર્ફે સમલો પાસામાં ધકેલાયો
માલવીયાનગર પોલીસના પી.આઇ. જે.આર.દેસાઇ તથા સ્ટાફે વોરંટની બજવણી કરી સમીરને સુરત જેલ હવાલે કર્યો

રાજકોટ તા. ૯: શહેરના માલવીયાનગર તથા અન્ય વિસ્તારમાં લૂટ, મારામારી અને વિદેશી દારૂ સહિ ડઝનેક ગુનામાં સામેલ શખ્સને પાસામં ધકેલી દેવાયો છે.
મળતી વિગત મુજબ શહેરના આજીડેમ, ભકિતનગર તાલુકા અને માલવીયાનગર વિસ્તારમાં લુંટ, મારામારી અને વિદેશી દારૂ સહિત ૧૩ ગુનામાં સામેલ સમીર ઉર્ફે સમલો અબ્દુલભાઇ ઠેબા (ઉ.વ. ૨૮) રહે દિનદયાળ આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૦ કવાર્ટર નં. ૧૧૦ કોઠારીયા સોલવન્ટ )ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ.એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.પી.સી.બી. ત્રાજીયા, એ એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ તથા હેડ કોન્સ ઇન્દ્રજીતસિંહ સીસોદીયાએ દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ ઝા એ વોરંટ ઇશ્યુ કરતા માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ.જે.આર કરતા માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ.જે.આર.દેસાઇ સહિતે સમીર ઉર્ફે સમલાની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલ હવાલે કર્યો હતો.માલવીયાનગર પી.એસ.આઇ એસ.એ. સિન્ધી, એ.એસ.આઇ એસ.એ.સિન્ધી, એ.એસ. આઇ દિપકભાઇ હિરેનભાઇ હેડ કોન્સ મહેશભાઇ, અજયભાઇ, દિનેશભાઇ હિતેષભાઇ, કોન્સ હરસુખભાઇ, ભાવેશભાઇ, જયદીપસિંહ, મયુરદાનભાઇ દ્વારા વોરંટની બજવણી કરવામાં આવી હતી. (૩.૯)ᅠ
(3:22 PM IST)










