News of Wednesday, 9th October 2024
સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સોમવારે બાલભવન ખાતે બાય બાય નવરાત્રીનું ભવ્ય આયોજન

રાજકોટ : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ- રાજકોટ દ્વારા પ્રતિવર્ષની જેમ આવર્ષ પણ એકદિવસીય બાય બાય નવરાત્રિનું આયોજન ૧૪ ઓકટોબરને સોમવારે સાંજે ૭ થી બાલ ભવન ખાતે ગરબાનું આયોજન કરેલ છે. બ્રહ્મઅગ્રણી કશ્યપ શુકલ અને સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિત જાનીના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મસમાજની ટીમ દ્વારા કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.
આધુનિક સાઉન્ડ સિસ્ટમ્સ અને ઉતમ ગાયકોની ટીમ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખેલ હોવાનું જણાવાયુ છે.
પાસ માટે (૧) બ્રાહ્મણ બોડિંગ ૬- રજપૂતપરા (૨) શ્રી મુરલીધર સ્કુલ ૮/૧૧ વર્ધમાનનગર, પેલેસ રોડ, (૩) હળવદ બ્રાહ્મણ બોડિંગ, એસ્ટ્રોન ચોક ખાતે સંપર્ક કરવો.
આયોજનને સફળ બનાવવા કશ્યપ શુકલ અને દર્શિત જાનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ જેમાં દીપકભાઇ પંડયા, જર્નાદનભાઇ આચાર્ય , ડો. અતુલભાઇ વ્યાસ, ડો. શૈલેષભાઇ જાની, નલિનભાઇ જોશી, જિગ્નેશભાઇ ઉપાધ્યાય, જયેશભાઇ ઉપાધ્યાય ડો. દક્ષેશભાઇ પંડયા, પ્રશાંતભાઇ જોશી, જયેશભાઇ જાની, વિપુલભાઇ શુકલ, સન્નીભાઇ જાની, નિકેતભાઇ જોશી, ઓમકારભાઇ ભટ્ટ તથા મહિલા પાંખના નીલમબેન ભટ્ટ, સુરભિબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોશી, હેમાનીબેન રાવલ, વૈશાલીબેન શુકલ જહેમત ઉઠાવી રહ્યા છે.
વધુ માહિતી માટે
(૧) જનાર્દનભાઇ આચાર્ય (૯૪૦૮૧ ૦૨૮૩૧ (૨) નલિનભાઇ જોશી (૯૮૯૮૧ ૦૪૪૪૫) (૩) દક્ષેશભાઇ પંડયા (૯૪૨૭૨ ૨૦૩૦૧ (૪) ડો. અતુલભાઇ વ્યાસ (૯૮૨૪૪ ૬૦૮૪૨) (૫) ધાત્રીબેન ભટ્ટ (૭૯૯૦૧ ૮૧૨૩૦ (૬) નીલમબેન ભટ્ટ (૯૮૨૪૨ ૮૨૮૨૪) (૭) ભાવનાબેન જોશી (૯૯૦૯૨ ૦૦૦૬૭) (૮) સુરભિબેન આચાર્ય (૯૪૨૭૫ ૬૪૩૭૬) (૯) હેમાનીબેન રાવલ (૮૨૦૦૯ ૦૩૯૩૮) (૧૦) વૈશાલી બેન શુકલ (૯૪૨૮૨ ૭૧૪૧૬) તસ્વીરમાં ડો. દક્ષેશ પંડયા, ડો. અતુલ વ્યાસ જનાર્દન આચાર્ય નીલમબેન ભટ્ટ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:31 PM IST)










