<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

બાજે રે... બાજે રે... ઢોલ બાજે... સહિયરમાં બોલીવુડ તડકાની જમાવટ

સહિયર રાસોત્‍સવના મહેમાન બનતા હર્ષ સંઘવી : રજવાડી પાઘડી પહેરાવી સ્‍મૃતિચિન્‍હ અર્પણ કરી કરવામાં આવ્‍યું સન્‍માન

રાજકોટ : ‘સહીયર'ના ગમતિલા ગરબાને નિહાળવા રાજયના કાર્યશીલ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહીયરના મહેમાન બન્‍યા હતા. શાહી સ્‍વાગત કરતા સહિયરના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ ગૃહમંત્રીને રજવાડી પાઘડી પહેરાવી.... સહીયરના આયોજકો એ સ્‍મૃતિ ચિન્‍હ અર્પણ કરી હતી અને પિયુષભાઈ રૈયાણી એ ગૃહમંત્રીને અંબેમાની મૂર્તિ અર્પણ કરી હતી..

આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, સ્‍ટે.ચેરમેને જયમીનભાઈ ઠાકર, શહેર ભાજપ મહામંત્રી વીરેન્‍દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, માધવભાઈ દવે, ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, જે એમ જે ગ્રુપ મયુરધ્‍વજસિંહ જાડેજા, મામા સરકાર રાજભા ચુડાસમા રુપલબેન ચુડાસમા મુકેશભાઈ રાદડિયા જીતુભાઈ સાવલિયા વલ્લભભાઈ અમીપરા તથા વોઇસ ઓફ ડે ના એમ.ડી. કુણાલભાઈ મણીયાર શહેરના મહેમાન બન્‍યા હતા.

રાસની રંગત જમાવતા રાહુલ મહેતા અને અપેક્ષા પંડ્‍યા એ શોર્યગીતો કાઠીયાવાડીને સૌરાષ્ટ્રના લોકગીતોથી રંગત જમાવી જયારે ઝીલ એન્‍ટરટેનમેન્‍ટના સંચાલક તેજસ શિશાંગીયાએ આર.ડી બર્મન સિક્‍વન્‍સ સાથે બોલીવુડ તડકાથી છેલ્લે આવોને પૈસા વસૂલની પ્રતિતિ કરાવી હતી.. અલ્‍પવિરામમાં દેશી ઢોલ અને શરણાઈના સુરે ખેલૈયાઓએ હુડો રમી જલસા કર્યા હતા..

સહિયરના સર્વે આયોજકો ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, કૃષ્‍ણપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્‍ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કૃણાલભાઈ મણીયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિષેકભાઇ અઢિયા, પ્રતિકભાઇ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઇ નથવાણી, દિપકસિંહ જાડેજા, નિરવભાઈ પોપટ, જગદીશભાઈ દેસાઈ, નિલેશભાઈ ચિત્રોડા, રોહનભાઈ મીરાણી, અનિશભાઈ સોની, આકાશભાઈ કાથરાણી, અભિષેકભાઈ શુકલ, રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, વિકી ઝાલા, રૂપેશભાઈ દતાણી, નરેન્‍દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્‍ખર,ᅠ અહેમદ સાંઘ, અનિલભાઈ ડોડીયા, યુવરાજસિંહ ચુડાસમા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખીયા, ભરતભાઈ વ્‍યાસ, મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડ્‍યા, તમામ વ્‍યવસ્‍થા સંભાળી રહ્યા છે.

વિજેતા સિનિયર : (૧) હર્ષ ઝરીયા - ઈશા સગપરીયા (૨) યુવરાજ ઝરીયા - એકતા ઢાકેચા (૩) જય જોષી - અમી ત્રિવેદી (૪) રવિ ચાવડા - હાર્મી ભંડેરી  વેલડ્રેસ : ભાવિન મકવાણાᅠ -ᅠ આરતી ચાવડા

જુનિયર વિજેતા : (૧) બંસિલ સુબડીયા - મહેક પુંજાણી (૨) પ્રિન્‍સ ડાભી - કૃતિકા વિઠલાણી (૩) હર્ષવર્ધન જાડેજા - દર્શીની બુશા વેલ ડ્રેસ : દર્શ સરસીયા - યસ્‍વી ટાંક

વિજેતાઓને સહિયરના મહેમાનો માધવરાજસિંહ જાડેજા તથા અર્ચનાબા, વિજયસિંહ જાડેજા તથા પરિવાર હસમુખસિંહ ગોહિલ તથા નીતુબા, સુરેન્‍દ્રસિંહ વાળા, શિવાનીબા, કૃષ્‍ણપાલસિંહ વાળા, પ્રીતિબા દિપકસિંહ જાડેજા તથા પરિવાર, ઇન્‍દ્રજીતસિંહ જાડેજા તથા ધૃતિબા, જય પારેખ તથા નિરાલીબેન, ગીરવાનસિંહ વાળા તથા કૌશિકાબા, રક્ષધિર સિંહ જાડેજા નાના મૌવા, લખનભાઈ પરસાણા, ભાવેશભાઈ ચાવડા, જયદીપસિંહ વાઘેલા તથા પરિવાર, કુલદીપસિંહ ગોહિલ તથા પરિવાર, લગધીરસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ, અનિરૂદ્ધસિંહ જાડેજા, શિવરાજ સિંહ જાડેજા(આર. કે. સિક્‍યુરિટી), હાર્દિક સિંહ ઝાલા તથા બેસ્‍ટ ગ્રુપનું પ્રાઇસ બંસી ગ્રુપને સહિયર આયોજક યશપાલસિંહ જાડેજા તથા કૃષ્‍ણરાજસિંહ જાડેજાના હસ્‍તે એનાયત થયા હતા.

(4:31 PM IST)