News of Wednesday, 9th October 2024
‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ' નહીં દેખા તો કુછ નહીં દેખા : ભારે જમાવટ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં ભારે જમાવટ થઇ છે ત્યારે માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ગઇકાલે છઠ્ઠે નોરતે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઇ બોઘરા, પાટીદાર અગ્રણી અને બાન લેબ્સ, રાજકોટના ચેરમેન શ્રી મૌલેશભાઇ ઉકાણી, રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો પ્રમુખ શ્રી મુકેશભાઇ દોશી, મહામંત્રીઓશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઇ દવે અને અશ્વિનભાઇ મોલયા, રાજકોટના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા શ્રીમતિ લીલુબેન જાદવ, દંડક શ્રી મનિષભાઇ રાડીયા, અગ્રણી, બિલ્ડર શ્રી સર્વાનંદભાઇ સોનવાણી, સદ્્ભાવના વૃધ્ધાશ્રમના ડાયરેકટરશ્રી વિજયભાઇ ડોબરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, રઘુવંશી અગ્રણીઓ શ્રી છબીલભાઇ પોબારૂ અને શ્રી મહેશભાઇ ગોકાણી, એડવોકેટશ્રી અંશભાઇ ભારદ્વાજ, ડો. મયંકભાઇ ઠક્કર, શ્રી નીતિનભાઇ પટેલ, અગ્રણી બીલ્ડર કમલભાઇ સોનવાણી જાણીતા એડવોકેટ શ્રી સી.એચ. પટેલ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, જાણીતા એડવોકેટશ્રીઓ શ્રી શ્યામભાઇ સોનપાલ અને શ્રી તુષારભાઇ ગોકાણી, ડો. પરાગભાઇ દેવાણી, સામાજીક, અગ્રણીઓ શ્રીમતિ સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, શ્રીમતિ મીનાબેન હરીશભાઇ લાખાણી, શ્રીમતિ નીતાબેન નિતિનભાઇ પટેલ, શ્રી અમિતભાઇ રૂપારેલીયા સહિતના મહાનુભાવો તસ્વીરમાં નજરે પડે છે. ખેલૈયાઓએ પણ રાસ -ગરબાની ભારે રમઝટ બોલાવી દીધી હતી. શરૂઆતમાં શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયા, શ્રીમતી નિકીતાબેન નરેન્દ્રભાઇ નથવાણી, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ યેશાબેન દિશીતભાઇ પોબારૂ, ધન્વીબેન નિમિષભાઇ ગણાત્રા, માહિબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ જુલીબેન પરાગભાઇ દેવાણી વિગેરે માતાજીની આરતીમાં જોડાયા હતા અને મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા જે દૃશ્યમાન થાય છે. લીડ ઓર્કેસ્ટ્રાના સંચાલક અને વન ઓફ ધ બેસ્ટ ડ્રમર સૌરભ ગઢવી વિખ્યાત ગાયકો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવીન પરમાર, લોકપ્રિય એન્કર શીવરામસિંહ ચુડાસમા વિગેરેએ પણ રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષદભાઇ સંઘવી સહિતના તમામ મહાનુભાવો સાથે યાદગીરી રૂપ તસ્વીરો ખેંચાવી હતી જે દૃશ્યમાન થાય છે.
(3:50 PM IST)










