<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ભગવતીપરાના સદામ બ્‍લોચને કુચીયાદળ પાસે એસઓજીએ પિસ્‍તોલ અને કાર્ટીસ સાથે દબોચ્‍યો

મજૂરી કરતાં શખ્‍સે રોફ જમાવવા શોખ ખાતર ફટાકડી લીધાનું રટણઃ પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણીની ટીમની કામગીરી હેડકોન્‍સ. રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, કોન્‍સ. મુકેશભાઇ ડાંગરની બાતમી

રાજકોટ તા. ૯: શહેરમાં નવરાત્રીના તહેવાર દરમિયાન કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે તકેદારી રાખવા અને પેટ્રોલીંગ કરી હથીયારના કેસ શોધી કાઢવા સુચના મળી હોઇ શહેર એસઓજીની ટીમે કુવાડવા રોડ કુચીયાદળ પાસે આવેલી હોટેલ નજીકથી ભગવતીપરાના શખ્‍સને દેશી બનાવટની પિસ્‍તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે દબોચી લીધો છે. શોખ ખાતર અને રોફ જમાવવા આ ફટાકડી લાવ્‍યો હોવાનું તેણે રટણ કર્યુ હતું.

પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા અને કોન્‍સ. મુકેશભાઇ ડાંગરની બાતમી પરથી કુચીયાદળની ઇન્‍ડિયા પેલેસ હોટેલ પાસેથી સદામ દાઉદભાઇ બ્‍લોચ (ઉ.વ.૩૦-રહે. ભગવતીપરા મેઇન રોડ ભુમિપ્રસાદ સાડીના કારખાના પાછળ)ને રૂા. ૨૫ હજારની દેશી બનાવટની પિસ્‍તોલ તથા બે જીવતા કાર્ટીસ રૂા. ૨૦૦ સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલો શખ્‍સ છુટક મજૂરી કામ કરે છે. પોતે શોખ ખાતર અને રોફ જમાવવા પિસ્‍તોલ લાવ્‍યાનું રટણ કરતો હોઇ વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એન. વી. હરિયાણી, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, અજયભાઇ ચોૈહાણ, યુવરાજસિંહ જાડેજા, કોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, દિવ્‍યરાજસિંહ ઝાલા અને અમિતભાઇ ટુંડીયાની ટીમે આ કામગીરી કરી હતી.

(4:40 PM IST)