તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ’ નહીં દેખા તો કુછ નહીં દેખા : ભારે જમાવટ
રાજકોટ લોહાણા મહાજનના સંગાથે થનગનાટ કરતા ખેલૈયાઓનો એક જ અવાજ : હજ્જારો રઘુવંશી ખેલૈયાઓ અવનવી સ્ટાઇલ અને વિવિધ સ્ટેટસ સાથે જોમ-જુસ્સા-ઉત્સાહપૂર્વક નવરાત્રી મહોત્સવ માણી રહ્યા છે : ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, પાટીદાર અગ્રણી અને બાન લેબ્સના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઇ દવે અને અશ્વિનભાઇ મોલીયા, મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા, અગ્રણી બિલ્ડર સર્વાંનદભાઇ સોનવાણી, સદ્્ભાવના વૃધ્ધાશ્રમના ડાયરેકટર વિજયભાઇ ડોબરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, રઘુવંશી અગ્રણીઓ છબીલભાઇ પોબારૂ અને મહેશભાઇ ગોકાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, એડવોકેટ અંશભાઇ ભારદ્વાજ સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના કરી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા * પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના આકર્ષક ઇનામો અપાયા :‘અકિલા' ના માધ્યમથી વિશ્વના લાખો લોકો રાસોત્સવને ઘરબેઠા લાઇવ નિહાળી રહ્યા છે. : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્ટી મંડળ- ટીમ દ્વારા અફલાતુન આયોજન

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ': વિજેતાઓને ઇનામ વિતરણ : ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે
રાજકોટ, તા. ૯ : રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં ગઇકાલે છઠ્ઠે નોરતે પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને ૪૦ જેટલા ઇનામો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અપાયા હતા. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને પાટીદાર અગ્રણી બાન લેબ્સ રાજકોટના ચેરમેન શ્રી મૌલેશભાઇ ઉકાણી, શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, શ્રી નિતિનભાઇ પટેલ, શ્રીમતિ નીનાબેન નિતિનભાઇ પટેલ, રઘુવંશી અગ્રણી શ્રી મહેશભાઇ ગોકાણી જાણીતા એડવોકેટશ્રી તુષારભાઇ ગોકાણી, શ્રી અમિતભાઇ રૂપારેલીયા, શ્રીમતિ ચેતનાબેન અમિતભાઇ રૂપારેલીયા, ગીરીરાજ હોસ્પિટલના શ્રી ગૌરાંગભાઇ ઠક્કર, શ્રી રમેશભાઇ લાખાણી (લંડન), શ્રીમતિ મીનાબેન રમેશભાઇ લાખાણી (લંડન), શ્રી ચીમનભાઇ કેસરીયા, ડી.એમ. એલ. ગ્રુપના શ્રી હરીશભાઇ લાખાણી, શ્રીમતિ મીનાબેન હરીશભાઇ લાખાણી, શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયા, ઓલમ્પયસ હોસ્પિટલના કેપ્ટન હેમંત વ્યાસ, શ્રી પરેશભાઇ વાઘાણી, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જીનીયર શ્રી હિરેનભાઇ ગણાત્રા, શ્રી જયંતભાઇ સેજપાલ, શ્રીમતિ રત્નાબેન જયંતભાઇ સેજપાલ, શ્રીમતિ જયશ્રીબેન પોબારૂ, શ્રી જીતુભાઇ બદીયાણી, શ્રીમતિ જયશ્રીબેન જીતુભાઇ બદીયાણી, જાણીતા એડવોકેટ શ્રી શ્યામલભાઇ સોનપાલ, શ્રીમતિ રીટાબેન ભૂપેન્દ્રભાઇ કોટક, શ્રી અલ્પેશભાઇ રૂપારેલીયા, શ્રી પીયુષભાઇ ગોકાણી સહિતના મહાનુભાવો વિજેતાઓને ઇનામ આપતા તસ્વીરમાં નજરે પડે છે. ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા પાટીદાર અગ્રણી બાન લેબ્સ રાજકોટના ચેરમેન શ્રી મૌલેશભાઇ ઉકાણીના હસ્તે પાંચેય નિર્ણાયકો શ્રી દિવ્યેશભાઇ રાખોલીયા, જીજ્ઞેશભાઇ મેઘાણી, શીતલબેન દામા, ભાર્ગવીબેન સાકરીયા અને ક્રિષ્નાબેન બાવીશીને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. (
રાજકોટ, તા. ૯ : નવરાત્રી મહોત્સવને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકો-યુવાધન મન ભરીને માણી રહ્યા છે. ત્યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪' નું ભવ્ય -જાજરમાન -અફલાતુન આયોજન કરવામાં આવ્યું છે. રાસોત્સવમાં ભારે જમાવટ સાથે થનગનાટ કરતા ખેલૈયાઓમાં એક જ અવાજ સંભળાઇ રહ્યો છે. કે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ' નહીં દેખાતો કુછ નહીં દેખા..
અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં સંપૂર્ણ સલામતી સાથે પારિવારિક વાતાવરણમાં હજ્જારો રઘુવંશી ખેલૈયાઓ અવનવી સ્ટાઇલ અને વિવિધ સ્ટેપ્સ સાથે જોમ-જુસ્સા-ઉત્સાહપૂર્વક નવરાત્રી મહોત્સવ માણી રહ્યા છે. દરરોજ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને ૩પ જેટલા આકર્ષક ઇનામો આપવામાં આવી રહ્યા છે. ‘અકિલા'ના માધ્યમથી વિશ્વᅠના લાખો લોકો રાસોત્સવને ઘરબેઠા લાઇવ માણી રહ્યા છે.
સમગ્ર રાસોત્સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ મળી રહ્યા છે.
‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ગઇકાલે ગુજરાત રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખશ્રી ભરતભાઇ બોધરા, પાટીદાર અગ્રણી અને બાન લેબ્સ રાજકોટના ચેરમેનશ્રી મૌલેશભાઇ ઉકાણી, રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો પ્રમુખશ્રી મુકેશભાઇ દોશી, મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, માધવભાઇ દવે અને અશ્વિનભાઇ મોલીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઇ રાડીયા, અગ્રણી બિલ્ડર શ્રી સર્વાનંદભાઇ સોનવાણી, સદ્્ભાવના વૃધ્ધાશ્રમના ડાયરેકટર શ્રી વિજયભાઇ ડોબરીયા, રાજકોટ લોહાણા, મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, રઘુવંશી અગ્રણીઓશ્રી છબીલભાઇ પોબારૂ, મહેશભાઇ ગોકાણી, પ્રશાંતભાઇ કક્કડ, ભરતભાઇ બારાઇ, જગદીશભાઇ ગણાત્રા, હિરેનભાઇ ચંદારાણા, શ્રીમતિ રીટાબેન યોગેશભાઇ પુજારા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, ડો. મયંકભાઇ ઠક્કર, ડો. પીયુષભાઇ ઉનડકટ, ડો. રવિભાઇ મૃગ, ડો. રીતીષભાઇ તન્ના, ડો. અતુલભાઇ બલદેવ, શ્રી હસુભાઇ ભગદે, એડવોકેટ શાંતનુભાઇ સોનપાલ ભરતભાઇ કોટેચા, શ્રી અમિતભાઇ રૂપારેલીયા, સામાજીક અગ્રણીઓશ્રી અનુપમભાઇ દોશી, એડવોકેટ અંશભાઇ ભારદ્વાજ, શ્રીમતિ સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, શ્રી નીતિનભાઇ પટેલ, શ્રીમતિ નીનાબેન નિતિનભાઇ પટેલ, રાજેશભાઇ શાહ, શ્રીમતિ બંસીબેન ભટ્ટ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી એસ.એલ. ગોહિલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
ગઇકાલે પ્રિન્સેસ તથા કિડઝ પ્રિન્સેસ તરીકે પુજા જીમુલીયા, માનસી કોટેચા, મિલોની કોટક, યેશા પલાણ, નિધિ સોમૈયા, નંદની મધેયા, ખુશી રૂપારેલીયા, ઓનમ ઉનડકટ, પુજા ઔંધિયા, એશા દેવાણી, હિરલ જોબનપુત્રા, નીલ રામાણી, વિધિ વામજા, હીર ઉનડકટ, ધૈર્યા વસાણી, આયુષી તન્ના તથા વેલડ્રેસમાં ખ્યાતીબેન ગંગદેવ અને હેતવી મીરાણી, વિજેતા બન્યા હતા.
પ્રિન્સ તથા કિડઝ પ્રિન્સ તરીકે સોહમ ચંદારાણા, હાર્દિક કારીયા, નિકેશ રાચ્છ, નિરવ મગેચા, હીત મીરાણી, રાહુલ સાતા, સુમિત ભોલવાણી, જય કારીયા, અર્ચિત ઉનડકટ, ભાર્ગવ, વિરાજ સૂચક, પરમ, તપાસ, ધ્રુવીન, ધ્યેય, રીધમ, મીરાજ તથા વેલડ્રેસમાં વત્સલ અને ક્રીશ વિજેતા બન્યા હતા.
હજ્જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બાવરીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્ડોચા, શ્રી ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે. (૯.૧૪)
(4:04 PM IST)










