News of Wednesday, 9th October 2024
જમ્મુ - કાશ્મીરના પરિણામો એ ભારતની લોકશાહીનો વિજય છે, આતંકવાદનો સફાયોએ નરેન્દ્રભાઈની મોટી સિધ્ધિ : રાજુભાઈ ધ્રુવ

રાજકોટ,તા.૯ : જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ માત્ર પરિણામ નથી પરંતુ કાશ્મીરની -જાને મુખ્ય ધારા સાથે જોડવાની એક પહેલ હતી જે દેશના વડા-ધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતળત્વમાં સફળ થઈ છે તેમ જણાવતા સૌરાષ્ટ્ર ભાજપના -વક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે. જમ્મુ કાશ્મીરમાં કોઈ એક પાર્ટીનો નહીં પરંતુ લોકશાહીનો વિજય થયો છે.
હરિયાણા વિધાનસભાનની ચૂંટણીના પરિણામોએ પણ સાબિત કરી આપ્યું છે કે લોકોને નાત જાતના વાડામાં નહીં પરંતુ વિકાસ કાર્યોમાં રસ છે જે વિઝનરી વડા-ધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ભાજપની સરકાર છેલ્લા દસ વર્ષથી કરી રહી છે.
કાશ્મીરને અલગ દરજ્જો આપતી ૩૭૦ મી કલમ દૂર કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગળહ મંત્રી અમિતભાઈ શાહે દેશની એકતા અને અખંડિતતા વધુ મજબૂત કરી છે. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને ૩૭૦ મી કલમ દૂર થયા પછી પ્રથમ વખત શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થઈ છે અને પ્રજા દેશની મુખ્ય ધારામાં જોડાઈ ગઈ છે.
મક્કમ નિર્ધાર અને વિકાસ કાર્યોને લીધે કાશ્મીરમાં શાંતિની સ્થાપના થઈ છે અને આતંકવાદીઓનો સફાયો થતો જાય છે. જમ્મુ કાશ્મીર ની પ્રજા અમન ચાહે છે પરંતુ કેટલાક અલગાવવાદીઓ દુશ્મન દેશના ષડયંત્રકરી સહકારથી ગરબડી ઊભી કરતા હતા પરંતુ કેન્દ્ર સરકારના મક્કમ પગલાઓને લીધે આતંકવાદની કેડ ભાગી ગઈ છે.
જમ્મુ કાશ્મીરમાં છ વર્ષ પછી ચૂંટણી યોજાઈ હતી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે જે પ્રધાનમંત્રી મોદીજી ના નેતળત્વ હેઠળ કેન્દ્ર સરકારને આભારી છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવ એ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને હંમેશા જોડવાનું કાર્ય કર્યું છે અને તેમાં તેઓ સફળ પણ થયા છે. તેમ રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.
વધુમાં જણાવ્યું છે કે હરિયાણાના પરિણામો પણ દ્રષ્ટાંતરૂપ છે. લોકોએ જાતિવાદ જેવા દુષણોને ફેંકી દઈને રાષ્ટ્રવાદને મત આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી નાયબસિંગ સૈનિના નેતળત્વમાં ભાજપની સરકારે હરિયાણા પ્રદેશનો જે વિકાસ કર્યો છે તેને લોકોએ સ્વીકાર્યો છે અને સતત ત્રીજી ટર્મમાં ભાજપને તક આપી છે.
(3:57 PM IST)










