News of Wednesday, 9th October 2024
હરિયાણાના મતદારોએ ભાજપની સરકારમાં મુકેલ વિશ્વાસને સાર્થક કર્યુ
સતત ત્રીજી વખત ભવ્ય વિજય બદલ મેયર સહિતના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા

રાજકોટ તા. ૯ :.. હરિયાણા રાજયની વિધાનસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ માં ભારતીય જનતા પાર્ટીનો સતત ત્રીજી વખત ભવ્ય વિજય બદલ મેયર સહિતના પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી છે.
મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયાએ જણાવેલ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતનો ઘણો વિકાસ થયો છે. અને એક વિકાસશીલ ભારત તરીકે ભારતનું વિશ્વના નકશામાં મોદીના નેતૃત્વમાં ભારતનો ઘણો વિકાસ થયો છે. અને એક વિકાસશીલ ભારત તરીકે ભારતનું વિશ્વના નકશામાં નામ થયેલ છે. તેમના નેતૃત્વમાં ભારત એક મહાશકિત તરીકે વિશ્વના નકશામાં ઉપસી આવેલ છે.
હરિયાણા રાજયના મતદારોએ ભાજપની સરકારમાં મુકેલ વિશ્વાસને સાર્થક કરતા વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં સતત ત્રીજી વખત પાર્ટીનો ભવ્ય વિજય થતા હર્ષની લાગણી વ્યકત કરી, પાર્ટી પર વિશ્વાસ મુકવા બદલ હરીયાણા રાજયની સમગ્ર જનતાને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.
(3:57 PM IST)










