તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
ધનતેરસે ધુમ-ધડાકા : રેસકોર્ષ ખાતે આતશબાજી
રેસકોર્ષ ખાતે તા.૨૯ના રોજ મ્યુઝિકલ, કેકલીંગ, પામટ્રી સહિતના ૧૧૦૦ પ્રકારના કોમેટ આકર્ષણ જગાવશે

રાજકોટ, તા. , ૯: શહેરમાં મહાનગરપાલિકા દર વર્ષે ધન તેરસના દિવસે રેસકોર્સ ખાતે આતશબાજીનું આયોજન કરે છે. જ્યાં વિનામુલ્યે અલગ અલગ જાતના ફટાકડાનો રોમાન્ચ લોકોને માણવા મળે છે. જે અનુસંધાને આગામી તા. ૨૯મીએ આતશબાજીનું આયોજન કરેલ હોય ફટાકડાની ખરીદી માટે મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
સુત્રોમાંથી મળેલ વિગત મુજબ અંતે આતશબાજી માટેના ફટાકડા ખરીદીનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આતશબાજી માટે અગાઉ ટેન્ડર ન કરી પ્રજાના પૈસાનું ધુમાડો કરી નાખ્યાના આક્ષેપો થયા હતાં. તેમજ આ વખતે પણ ટેન્ડર ન કરી માનીતાઓને આતશબાજીનું કામ સોંપાશે તેવી ચર્ચા પણ જાગી હતી. પરંતુ શાસકોએ પારદર્શક વહીવટની ખાતરી આપી અંતે ફટાકડાની ખરીદી અને આતશબાજી સહિતના કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
તા. ૧૮ના રોજ ખુલ્યા બાદ એજન્સીને કામ આપવામાં આવશે. તેમજ આતશબાજીનું કામ હાથમાં લેનાર એજ્ન્સી ઉપર આકરા નિયમો પણ લાદવામાં આવ્યા છે. તેવી જ રીતે આ વખતે આતશબાજીના સમયની પણ ફરજિયાત અમલવારી કરવાની સૂચના આપવામાં આવી છે. સતત ૬૦ મીનીટ સુધી આતશબાજી કરવાની શરતે કામ આપવામાં આવશે. જેમાં કસુરવાર થયે એજન્સીએ દંડનો ભોગ પણ બનવું પડશે. તા. ૧૮મીએ ટેન્ડર ખુલ્યા બાદ કોઈ ફેરફાર ન થાય તો આગામી ૨૯મીને ધન તેરસના દિવસે સાંજે રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે જેની સત્તાવાર જાહેરાત પણ ૧૮મી બાદ કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
(4:11 PM IST)










