<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

શહેરમાં વધુ એક શંકાસ્‍પદ કોલેરાઃ કુલ ૧૦ કેસ

રામનાથપરા વિસ્‍તારમાંથી સેમ્‍પલ લેવાયેલ એક પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ : લોકોને ઉકાળેલું પાણી પીવા, સ્‍વચ્‍છતા રાખવા, સાબુથી હાથ ધોવા આરોગ્‍ય શાખાની અપીલ

રાજકોટ તા. ૯: રાજકોટ શહેરમાં મચ્‍છરજન્‍ય અને પાણીજન્‍ય રોગચાળાએ માથુ ઉચકયું છે. થોડા થોડા સમયે કોલેરાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત માસ સુધીમાં અલગ અલગ વિસ્‍તારમાં કોલેરાના ૯ પોઝેટીવ કેસ આવ્‍યા બાદ સોમવારે રામનાથપરા વિસ્‍તારમાં હાથીખાના શેરી નં. ૩ માં કોલેરાનો શંકાસ્‍પદ કેસ આવતા આરોગ્‍ય વિભાગે બ્‍લડ સેમ્‍પલ લઈ લેબમાં મોકલી આવ્‍યું હતું. જેનો રિપોર્ટ આજે પોઝીટીવ આવ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગ દ્વારા હાથીખાના શેરી નં. ૩ અને આજુબાજુની શેરીઓ તેમજ વિસ્‍તારના ઘરોમાં ચકાસણી હાથ ધરી શંકાસ્‍પદ લોકોના બ્‍લડ સેમ્‍પલ લઈ પળથકરણ અર્થે લેબમાં મોકલી આપ્‍યા છે.

ચોમાસા દરમિયાન ડહોળા પાણીના કારણે પાણી જન્‍ય રોગચાળો દર વર્ષે વકરતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળામાં જ કોલેરાના કેસ શરૂ થતા આરોગ્‍ય વિભાગે ડોર ટુ ડોર કામગીરી વધુ ઝડપી બનાવી હતી. ત્‍યાર બાદ તહેવારોમાં સતત વરસાદ વરસતા પાણી જન્‍ય રોગચાળાને વધુ વેગ મળ્‍યો હોય તેમ ઝાડા-ઉલ્‍ટીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજરોજ રામનાથપરાની બાજુમાં હાથીખાના શેરી નં. ૩માં એક ૪૪ વર્ષીય પુરુષનો રિપોર્ટ કોલેરા પોઝીટીવ સોમવારના આવતા આરોગ્‍ય વિભાગે ત્‍વરીત આરોગ્‍ય લક્ષી કામગીરી શરૂ કરી છે. જ્‍યારે રામનાથપરા અને હાથિખાનાના બે કિલોમીટરના વિસ્‍તારને કલેક્‍ટર દ્વારા કોલેરા ભયગ્રસ્‍ત જાહેર કરી જાહેરનામું પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે. અને જાહેરનામાને અંતર્ગત ઠંડાપીણા- ગોલા, ગુલ્‍ફીનાવેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીના સેમ્‍પલ તેમજ ૨૫૦થી વધુ ઘરોમાં ચકાસણી કરી બોરના પાણીના સેમ્‍પલ વઇ પળથકરણ અર્થે લેબમાં મોકલી આપ્‍યા છે.

આરોગ્‍ય શાખાના સ્‍ટાફ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા તથા સ્‍વસ્‍છતા રાખવા જમતા પહેલા સાબુથી હાથ ધોવા તેમજ ક્‍લોરીન ટેબ્‍લેટનો ઉપયોગ કરવા લોકજાગળતિ પ્રવળત્તિ કરવામાં આવેલ છે. સર્વે દરમ્‍યાન પીવાના પાણીના પાત્રોની સફાઈ કરવા માટે સુચના આપવામાં આવેલ છે. વિસ્‍તારમાં મોબાઈલ મેડિકલ વાન દ્વારા દૈનિક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે તેમજ સાફ-સફાઈ માટે જઠખ વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવેલ છે.(૨.૧૭)

(4:13 PM IST)