<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

શનિવારે સમસ્‍ત સોની સેના દ્વારા બાયબાય નવરાત્રી-ર૦ર૪નું આયોજન

‘‘અકિલા'' કાર્યાલયે વિગતો વર્ણવતા આયોજકો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: સમસ્‍ત સોની સેના-રાજકોટ દ્વારા બાયપાસ નવરાત્રી-ર૦ર૪ તા. ૧ર શનિવારે સાંજે ૬ થી ૧ર કલાક સુધી સુરભી ગ્રાઉન્‍ડ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, ફનવર્લ્‍ડની બાજુમાં, રાજકોટ ખાતે આયોજન કરાયું છે. જેની ‘‘અકિલા'' કાર્યાલયે આયોજકોએ વિગતો આપી છે.

સમસ્‍ત સોની સેના-રાજકોટ દ્વારા આયોજીત સમસ્‍ત સોની સમાજ ઓપન ગુજરાત રાસ-ગરબાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. નવરાત્રીમાં ‘માં'ની શકિતના ગુણગાન તો ગવાય જ અને તેમાં આપણા સમસ્‍ત જ્ઞાતીજનો, બાળકો-બાળાઓ તેમજ ભાઇઓ-બહેનો મ્‍યુઝીક ના સંગાથે તાલીઓના તાલે અને ઝાંઝરના ઝણકારે પ્‍રપ્રાચીન-અર્વાચીન રાસ-ગરબાની રમઝટ સાથે ‘માં'ની પ્રસન્‍નતાને લાખ-લાખ ફુલડે વધારવતો આવો અવસર આવ્‍યો છે.

પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ બાળકો-બાળાઓ તેમજ ભાઇઓ-બહેનો બન્‍ને ગ્રુપમાંથી કરવામાં આવશે અને તેને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે. તેમજ ગરબા-આરતી-દાંડીયા ડેકોરેશન સ્‍પર્ધામાં જે બહેનોએ ભાગ લીધો હશે. તેમને ઇનામ આપવામાં આવશે. તો આવો આપ સર્વેનાં હુંફાળા સહકારથી ‘‘સમસ્‍ત સોની સેના''ના આયોજક કેતનભાઇ પાટડીયા, ગૌરવભાઇ રાધનપરા, રવિકાન્‍તભાઇ વાગડીયા, રવિભાઇ પાલા, દેવાંશભાઇ પટ્ટણી, શૈલેષભાઇ પાટડીયા, વિવેકભાઇ બારભાયા, સુનીલભાઇ બારભાયા, મનીષભાઇ પાટડીયા, સંજયભાઇ આડેસરા, સંજયભાઇ માંડલીયા, મેહુલભાઇ ભગત, યશભાઇ અખેણીયા, જલ્‍પેશભાઇ લાઠીગરા, કેવલભાઇ પાટડીયા તથા સમસ્‍ત સોની સેના દ્વારા આયોજીત આ રાસ-ગરબા તેમજ સ્‍પર્ધામાં સર્વે સોની જ્ઞાતિજનો હોશે-હોશે જોડાયે તેમજ સમસ્‍ત સોની સમાજને અમારૂં ભાવભર્યું આમંત્રણ પાઠવ્‍યું છે.

પ્રકાશભાઇ ઝીંઝુવાડીયા, સ્‍મિતભાઇ પાટડીયા, પ્રશાંતભાઇ લોલારીયા, ચેતનભાઇ ભાલારા, હિમાંશુભાઇ ભુવા, કમમલેશભાઇ પાટડીયા સહિતના જહેમત ઉઠાવે છે.

મેળવવા માટે ગણેશ જવેલર્સ રામ ઔર શ્‍યામ ગોલા પાસે, પેલેસ રોડ, રાજકોટ. મો. ૯૮રપપ ૯૭૬૮૬ ક્રિષ્‍ના પ્રિન્‍ટર્સ, સાંકડી શેરી, સોની બજાર, રાજકોટ મો. ૯૩૭પ૯ ૭૭૬૩૧ ઉપર સંપર્ક કરવો વધુ વિગત માટે સમસ્‍ત સોની સેના-રાજકોટ (કેતનભાઇ પાટડીયા-ગૌરવભાઇ રાધનપુરા) ૯૮રપપ ૯૭૬૮૬, ૯૦૩૩૩ ૪૧૩૭ર ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(4:19 PM IST)