<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

શનીવારે બાય બાય નવરાત્રી દશેરા સોશ્‍યલ ‘‘પનઘટ વન-ડે'' ગરબા

‘‘રણભુમી'' ગુજરાતી ફિલ્‍મના કલાકારો પણ આવશે

રાજકોટ તા. ૯: રાજકોટમાં અયોધ્‍યા ચોક ખાતે વેલ્‍વેટ પાર્ટી પ્‍લોટ પર બાય બાય નવરાત્રીઃ દશેરા સ્‍પેશ્‍યલ ‘પનઘટ-ર૦ર૪' વન ડે ગરબાનું તા. ૧ર-૧૦-ર૦ર૪, શનિવારના રોજ આયોજન કરવામાં આવશે. જેમાં લોકો પારીવારીક વાતાવરણ સાથે મન મુકીને ગરબે ઘુમી શકે એ માટે ખ્‍યાતનામ કલાકારો અને તેમની ઓરકેસ્‍ટ્રા ટીમ લાઇવ પરફોમન્‍સ આપશે.

તેમજ રાજકોટના નામાંકિત ડી. જે. ધીર પણ ડી. જે.ના તાલ પર ખેલૈયાઓને ગરબે ઘુમાવશે. આ ઉપરાંત આ ઇવેન્‍ટમાં હાલની ગુજરાતી ફિલ્‍મ ‘રણભૂમી'ની સ્‍ટાર કાસ્‍ટ પણ હાજરી આપશે. તેમજ ઘણા બધા સોશ્‍યલ મીડિયા સેલેબ્રીટીની હાજરી હશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક સમિતિના અજિત પરમાર, વિમલ ગોસ્‍વામી, દિવ્‍યરાજ ગોસ્‍વામી, નિલેષ આડેસરા, વિશાલ માંડવીયા, અક્ષય ચાવડા, પાર્થ કોટડીયા તેમજ સહ આયોજક તરીકે શ્રી ગુજરાતી મચ્‍છુકઠીયા સમાજ-રાજકોટ જ્ઞાતી તરફથી રાજેશ ચૌહાણ, અનીતા ચાવડા, મેઘા ચાવડા, નેહાબેન ચાવડા, રણજીતભાઇ વાઘેલા જોડાયેલ છે. તેમજ ખેલૈયાઓ માટે આકર્ષિત સેલ્‍ફીઝોન રહેશે.

(4:20 PM IST)