<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

રવિવારે સમસ્‍ત ખવાસ-રજપુત સમાજના રાસોત્‍સવ

પાંચ હજાર ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે, વિજેતાઓને ઇનામોથી નવાજાશે

રાજકોટઃ અયોધ્‍યા ચોક પાસે આવેલ વેલ્‍વેટ પાર્ટી પ્‍લોટ ખાતે શ્રી દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સમસ્‍ત  ખવાસ-રજપુત સમાજ રાજકોટનાં સંયુકત ઉપક્રમે રાવણા રાજપુત યુથ ગુજરાત તેમજ શ્રી રાષ્‍ટ્રીય ચામુંડા સેના સંસ્‍થાન ભારત દ્વારા સતત બીજા વર્ષે તા.૧૩-૧૦ રવિવારે સાંજે ૬.૩૦ વાગ્‍યાથી એક દિવસીય દાંડીયા રાસનું આયોજન થવા જઇ રહયું છે.  રાજસ્‍થાનના રોબીનહુડની છાપ ધરાવનાર સ્‍વ.દાદા આનંદપાલસિંહ સાંવરાદના નાનાભાઇ મનજીતસિંહ સાંવરાદ અને તેમની ટીમ મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે.  ધમાકેદાર ઓરકેસ્‍ટ્રા, ખ્‍યાતનામ સિંગર, ૧ લાખ મેગાવોટ સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ, સીસીટીવી કેમેરા, ઇનામોની વણઝાર સાથે લેડીઝ-જેન્‍ટસ બાઉન્‍સર તથા સંપુર્ણ પારીવારીક માહોલ વચ્‍ચે રાસોત્‍સવ યોજાશે. ટ્રેડીશનલ ડ્રેસ ફરજીયાત પહેરીને આવવા આયોજકોએ જણાવ્‍યુ઼ છે. પાસ બુકીંગ  : રૈયા રોડ, કિસાન પરા અંડરબ્રીજ નજીક, પટેલ રેસ્‍ટોરન્‍ટ બાજુમાં, સીટી સેન્‍ટર સામે સદગુરૂ માર્કેટ ત્રીજા માળે કાનાભાઇ  ચૌહાણ ૯૪૦૯ર ૦૦૮૦૦ નો સંપર્ક કરવો. તસ્‍વીરમાં કાનાભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, નરેન્‍દ્રભાઇ ચૌહાણ, અશ્વીનભાઇ ચૌહાણ, પ્રિયાંકભાઇ ચૌહાણ, ખિલનભાઇ ભટ્ટી, રતનભાઇ રાઠોડ, સાવનભાઇ રાઠોડ, સંજયભાઇ વાઘેલા, દેવાંગભાઇ મકવાણા, સુનીલભાઇ પરમાર, ચેતનભાઇ જાદવ, રાજભાઇ સોઢા, નિકુંજભાઇ પરમાર, હરપાલભાઇ રાઠોડ, ભાવેશભાઇ રાઠોડ, કરણભાઇ વાઘેલા, કિશનભાઇ તુવેર, શૈલેષભાઇ ચૌહાણ, લાલભાઇ પરમાર, દિલીપસિંહ ગોહીલ, હર્ષદભાઇ હાડા અને આદિત્‍યભાઇ ચૌહાણ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:21 PM IST)