<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

યુનિટી ફાઉન્‍ડેશનના રાસોત્‍સવમાં હર્ષ સંઘવીની ઉપસ્‍થિતી

રાજકોટઃ યુનિટી ફાઉન્‍ડેશન દ્વારા સત્‍ય સાંઈ રોડ ઉપર આલાપ હેરીટેજની બાજુના ગ્રાઉન્‍ડમાં નવરાત્રી મહોત્‍સવ એ જમાવટ કરી છે. જેમાં બાળાઓ ઉપરાંત માતા-પિતા અને આજુબાજુની ૫૫થી વધારે સોસાયટીના લોકો પ્રાચીન અર્વાચીન ગરબાની જમાવટ કરી રહ્યા છે.ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ખાસ મુલાકાત લઈને ખેલૈયાઓની સરાહના કરી હતી. હિન્‍દુ સંસ્‍કૃતિની જાળવણી અને તેના જતનના વિચારથી પ્રેરાઈને યુનિટી ફાઉન્‍ડેશનના સ્‍વપ્‍નદ્રષ્ટા અને ચેરમેન ભરતભાઈ બોઘરા (ઉપાધ્‍યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ), પરેશભાઈ ગજેરા (પ્રમુખ બિલ્‍ડર એસોસિએશન રાજકોટ), હરેશભાઈ કાનાણી (શહેર મંત્રી રાજકોટ), વિજયભાઈ તોગડીયા (એડવોકેટ), જિજ્ઞેશભાઈ ક્‍યાડા (ઉદ્યોગપતિ) તેમજ ૧૫૦ થી વધારે શિષ્‍તબદ્ધ સ્‍વયંસેવકોની ટીમના પ્રયત્‍નોથી રાજકોટમાં ટૂંકા ગાળામાં યુનિટી ફાઉન્‍ડેશનનું નામ પ્રચલિત થઈ ગયું છે. યુનિટી ફાઉન્‍ડેશન રાસોત્‍સવમાં ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, પ્રમુખ મુકેશભાઈ દોશી, માધવભાઈ દવે, ગોવિંદભાઇ પટેલ, વિરેન્‍દ્રસિંહ ઝાલા, આર.એસ.એસના સૌરાષ્ટ્રના પ્રાંત સંઘ ચાલકજી મુકેશભાઈ મલકાણ, કિશોરભાઇ મૂંગલપરા સૌરાષ્ટ્રના પ્રાંતના અધિકારી, નરેન્‍દ્રભાઇ દવે સૌરાષ્ટ્રના પ્રાંતના સહ વ્‍યસ્‍થાપક, દિનેશભાઈ પાઠક સૌરાષ્ટ્રના પ્રાંતના કાર્યકારી પ્રમુખ અધિકારી, તેમજ રવિભાઈ ગોંડલીયા, મનસુખભાઈ સાકરીયા ડો. ભાસ્‍કરભાઈ ભટ્ટ, અમભાઈ શિયાણી, પ્રદીપભાઈ ડવ (માજી મેયર), લલીતભાઈ રાદડિયા, કાશ્‍મીરાબેન નથવાણી, મીરા જવેલર્સ હસમુખભાઇ સાવલિયા, રાધિકા જવેલર્સના માલિક હરેશભાઈ ઝીજુવાડિયા, ડો વિજયભાઇ ભંડેરી, વલ્લભભાઈ તોગડિયા, ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:23 PM IST)