તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
વંદેમાતરમ... અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ ઉપર ફુલવર્ષા
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રાસોત્વ માણ્યો : ઉદાસી આશ્રમના મહંત ભાવેશ બાપુની પરિવાર સાથે ઉપસ્થિતિ

રાજકોટ : રંગીલા મોજીલા રાજકોટ શહેરમાં નવલા નોરતાની રોનક જામી ચૂકી છે. માતાજીના છઠ્ઠા નોરતે અબતક સુરભી રાસોત્સવમાં કલાકારોને સંગ ખેલૈયાઓ એ ગરબાની રમઝટ બોલાવી હતી. સિકસ સ્ટેપ, ટીટોડો , સહિતના સ્ટેપ પર ખેલૈયાઓ જમાવટ કરી હતી. સાથે સાથે છેલ્લે વંદે માતરમ્ વખતે રાસવિરો પર ફૂલ વર્ષા કરવામાં આવી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભરતભાઇ બોઘરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. અબતક સુરભી રાસોત્સવ ના આંગણે ઉદાસી આશ્રમના મહંત પૂજય ભાવેશ બાપુ , મહર્ષિ બાપુ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે રેન્જ આઇજી અશોક કુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા.અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાના બનેવી નૈનેશભાઈ સંઘવી તથા ભાઈ યોગેશભાઈ મહેતા , સી જી એસ ટી કમિશનર શિવા કુમાર વી.પરિવાર સાથે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એન. કે. રામાનુજ સહ પરિવાર , પ્ર. નગર પોલીસ સ્ટેશન પી આઈ પી. આર. ડોબરિયા, પ્ર. નગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ આઈ આઈ.એમ. બેલીમ , જૈન અગ્રણી મિલનભાઈ મીઠ્ઠાણી, જિયા હોલીડે ના ઓનર વિશાલ લાઠીયા સહ પરિવાર , ભગતભાઈ સહિત ના મોંઘેરા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. માં નવરાત્રિના છઠ્ઠા નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો.ર્માં જગદંબાની આરતી સાથે છઠ્ઠા નોરતાનો પ્રારંભ થયો હતો. આરતી બાદ અર્વાચિન રાસોત્સવ શરૂ થતાની સાથે જ ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.અબતક સુરભી રાસોત્સવનો જાણે નવો જ સુર્યોદય થયો હોય તેવો અભૂતપૂર્વ ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળ્યો હતો. શરૂઆત થતાંની ગણતરીની મીનીટોમાં અબતક સુરભી નું ગ્રાઉન્ડ રાસ રસિકોથી છલકાય ગયું હતુ દાંડિયા કિંગ સિંગર હેમંત જોશી, વિશાલ વરૂ અને હિના હિરાણીએ પોતાના સુમુધર કંઠથી ગીતોની જમાવટ કરી હતી.લે.. લે .. લે.. મજા લે.. ના મ્યુઝિક પર રહીશ હાજી એ અદભુત રીતે ડ્રમ વગાડી ખેલૈયા ઓને મંત્ર મુગ્ધ કયા હતા. જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક - સુરભિ રાસોત્સવમાં સતત ચાર કલાક સુધી અવિરત રાસ ગરબા રમી પોતાની કલાના કામણ પાથરનારા ખેલૈયાઓમાંથી શ્રેષ્ઠ રાસવીરોની પસંદગી કરવી જજ માટે થોડી કઠીન બની હતી.
(4:30 PM IST)










