<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

કમળો થયા બાદ પાયલબેનનું મોત

થોરાળાના રામનગરના પરિણીતાએ સારવારમાં દમ તોડતાં પરિવારજનોમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૦: શહેરમાં રોગચાળાએ વધુ એક ભોગ લીધો છે. નવા થોરાળાના રામનગર-૨માં રહેતાં પાયલબેન જીજ્ઞેશભાઇ મકવાણા (ઉ.વ.૩૦) રાતે ત્રણેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

પાયલબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. પરિવારજનોના કહેવા મુજબ તેણીને કમળો થઇ ગયો હોઇ સારવાર ચાલુ હતી. રાતે એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણાએ મોરબી પોલીસને જાણ કરી હતી.

(10:55 AM IST)