<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

આસિસ્‍ટન્‍ટ કલેકટર મહેક જૈનની ૨૩ વર્ષના વિકાસ અંગે સોશિયલ મીડિયા સાથે ચર્ચા વિચારણા

રાજકોટ : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના શાસનના ૨૩ વર્ષ નિમિતે રાજયભરમાં યોજાઇ રહેલા ‘વિકાસ સપ્તાહ' અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ૨૩ વર્ષની વિકાસ ગાથા અંગે આસિસ્‍ટન્‍ટ કલેક્‍ટરશ્રી મહેક જૈને રાજકોટના સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍સર સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧ માં ૦૭ ઓક્‍ટોબરના રોજ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે પદભાર સંભાળ્‍યા બાદ આજ દિન સુધી વિકાસની યાત્રામાં થયેલ અનેક વિકાસ કાર્યો અંગેની વિકાસગાથા જન-જન સુધી પહોંચાડવા સમગ્ર રાજયમાં વિકાસ સપ્તાહ યોજાઇ રહ્યું છે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન છેલ્લા ૨૩ વર્ષમાં વિકાસના અનેક પ્રકલ્‍પો થકી રાજકોટ જિલ્લામાં વિકાસ કાર્યોની વણઝાર અંગે વાતચીત કરતા રાજકોટ જિલ્લાને મળેલ અનેક અત્‍યાધુનિક આંતર માળખાકીય સુવિધાઓ, અનેક મેજર ઓવરબ્રિજ અને સુવિધાસભર હાઇવે, ઉદ્યોગો માટે આંતર માળખાકીય સવલતો ઉપલબ્‍ધ કરાવવી, સૌની યોજના,સેવા સેતુ, રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર, એઈમ્‍સ હોસ્‍પિટલ, મધ્‍યમ વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના અંતર્ગત આયુષ્‍માન કાર્ડ સહિત અનેક વિકાસકાર્યો અને યોજનાઓની વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.(૨૧.૨૧)

(2:41 PM IST)