તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ડો.દર્શિતા શાહના જનસેવા કાર્યાલય ખાતે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ
વિધાનસભા-૬૯ ના ધારાસભ્ય દ્વારા બેરોજગારો માટે સરાહનીય પગલું

રાજકોટ, તા. ૧૦ : વિધાનસભા-૬૯ ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ જણાવેલ છે કે વિધાનસભા-૬૯ જનસેવા કાર્યાલય ખાતે રોજગાર ઈચ્છુક જુદી જુદી કેડરના બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે અને તેઓ પગભર થઇ શકે અને સચોટ માર્ગદર્શન મળી શકે તેવા સેવાકીય હેતુ સાથે નિઃશુલ્ક રોજગાર માર્ગદર્શન કેન્દ્ર જનસેવા કાર્યાલય ખાતે શરુ કરવામાં આવેલ છે. આ માટે તે જે ઉમેદવારોએ પોતાનું રિઝયુમ સંપૂર્ણ વિગતવાર માહિતી સાથે આપવાનું રહેશે.તેમજ તેને સંલગ્ન જગ્યાઓ અંગે માહિતગાર કરવામાં આવશે.આ માર્ગદર્શન સેવા કેન્દ્ર રજાના દિવસો સિવાય ૪ થી ૬ દરમિયાન કાર્યરત રહેશે.આ સમય દરમિયાન નોકરી ઈચ્છુક ઉમેદવારોએ સંપર્ક કરવાનો રહેશે.તેમજ વધુમાં વધુ ધારાસભ્ય ડો.દર્શિતા શાહએ જણાવેલ છે કે આ માર્ગદર્શન સેવા કેન્દ્રનો વધુ ને વધુ લાભ બેરોજગાર ઉમેદવારો લે તે માટે ખાસ અપીલ કરવામાં આવેલ છે.
(2:44 PM IST)










