<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

આર.એસ.એસ. ર૦રપના વર્ષને સંઘ શતાબ્‍દી વર્ષ તરીકે ઉજવશે : દતાત્રેય હોસબોલે સૌરાષ્‍ટ્રના પ્રવાસે

કાર્ય વિસ્‍તાર સાથે જનજાગૃતિનું અભિયાન : પત્રકારોને માહિતી આપતા મુકેશભાઇ મલકાણ સરકાર્યવાહ શનિવારે જામનગરના વિજયાદશમી મહોત્‍સવમાં હાજરી આપશે

વિશ્વ સંવાદ કેન્દ્ર આયોજિત પત્રકાર પરીષદમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંધચાલક મુકેશભાઇ મલકાણઍ સંબોધન કરેલ બાજુમાં વિપુલભાઇ અઘારા ઉપસ્થિત છે. આ પ્રસંગે-જયેશ સંધાણી, ત્રિલોક ઠાકર, કિરીટ પાઠક, ધવલ જાષી, કેતન પરમાર, હારિત વ્યાસ, તુષાર ગોહેલ, જગત વ્યાસ વિગેરે ઉપસ્થિત રહ્ના હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૦ : રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના  સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલે તા. ૧૧થી ૧૫ ઓક્‍ટોબર દરમિયાન સૌરાષ્‍ટ્ર પ્રાંતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની સ્‍થાપના સન ૧૯૨૫માં વિજયાદશમીના દિવસે થઈ હતી. હાલમાં સૌરાષ્‍ટ્રમાં સંઘ દ્વારા વિવિધ સ્‍થળોએ વિજયાદશમી ઉત્‍સવની ઉજવણી થઈ રહી છે, ત્‍યારે સરકાર્યવાહજીની ઉપસ્‍થિતિ કાર્યકર્તાઓમાં ઉત્‍સાહનો સંચાર કરશે. તેઓ ૪ દિવસ જામનગર-દ્વારકા પંથકમાં પ્રવાસ કરનાર છે. તેમ સૌરાષ્‍ટ્ર પ્રાંતના સંઘ ચાલક શ્રી મુકેશભાઇ મલકાણે પત્રકારોને જણાવ્‍યું હતું.

મહત્ત્વનું છે કે, શ્રી હોસબોલેજી અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત જામનગર ખાતે વિજયાદશમી ઉત્‍સવમાં આવી રહ્યા છે. તેઓ ૧૨મી ઓક્‍ટોબરે શનિવારે જામનગરના વિજયાદશમી ઉત્‍સવમાં જોડાશે અને જાહેર વક્‍તવ્‍ય આપશે. આ ઉદબોધનનો લાભ લેવા માટે સમાજમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

શ્રી હોસબોલેજી પ્રવાસ દરમિયાન જામનગરમાં વિદ્યાર્થી તેમજ વ્‍યવસાયી શાખાની મુલાકાત લેશે. આ સાથે સંઘના સૌરાષ્‍ટ્ર પ્રાંતના અધિકારીઓ- કાર્યકર્તાઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપશે તેમજ દ્વારકા તથા બેટ દ્વારકા દર્શન કરી પ્રસ્‍થાન કરશે.  આગામી વર્ષ ૨૦૨૫ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના શતાબ્‍દી વર્ષ તરીકે ઉજવવાનું નિヘતિ થયું છે, ત્‍યારે સરકાર્યવાહજીના પ્રવાસને લઈને સ્‍વયંસેવકોમાં વિશેષ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રા.સ્‍વ. સંઘની અખિલ ભારતીય યોજના મુજબ, દર બે વર્ષે સંઘના સરસંઘચાલકજી અને સર કાર્યવાહજીના પ્રવાસ દેશના વિવિધ પ્રાંતમાં ગોઠવાતા હોય છે. આ યોજના અંતર્ગત શ્રી દત્તાત્રેયજી હોસબોલે સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવી રહ્યા છે.  શ્રી હોસબોલેજીના પ્રવાસ દરમિયાન, રા.સ્‍વ. સંઘના શતાબ્‍દી વર્ષના આયોજન માટે સંઘ દ્વારા સમાજ પરિવર્તન-ઉત્‍થાન માટે નિヘતિ થયેલા નીચેના મુદ્દાઓ અંગે ચર્ચા થશે અને યોજના બનશે. તેમ મુકેશભાઇ મલકાણે જણાવ્‍યું હતું. 

કાર્ય વિસ્‍તાર

સંઘનું કાર્ય ગ્રામ્‍ય વિસ્‍તારમાં દરેક મંડળ સુધી અને શહેરી વિસ્‍તારમાં પ્રત્‍યેક વસ્‍તી સુધી લઈ જવાના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓ કામે લાગેલા છે.

કાર્ય દ્રઢીકરણ

વ્‍યક્‍તિ નિર્માણથી રાષ્‍ટ્ર નિર્માણની સંઘની સો વર્ષ જૂની નિવડેલી કાર્ય પદ્ધતિથી કાર્યકર્તા નિર્માણ થાય છે ત્‍યારે સંઘની શાખા, સાપ્તાહિક મિલન જેવા કેન્‍દ્રોને દ્રઢ કરવા આયોજન કરવામાં આવ્‍યું છે.

સજ્જન શક્‍તિ સહભાગ

સમાજની સજ્જન શક્‍તિ સમાજના દરેક નાના-મોટા પ્રશ્‍નો અને સમસ્‍યાઓ માટે કામે લાગેલી છે. આ સજ્જન શક્‍તિને સાથે લઈને સમાજ પરિવર્તન અને સમાજ જાગરણના કામ કરવાનો વિશેષ અભિગમ લઈને સ્‍વયંસેવકો કાર્યરત છે. 

કેરળની અખિલ ભારતીય બેઠકમાં નિヘતિ થયા મુજબ, રાષ્‍ટ્રની ઉન્નતિ માટે પંચ પરિવર્તનના વિષયો લઈને સમાજ જાગળતિનું કામ શરૂ કરવામાં આવ્‍યું છે.

(૧) કુટુંબ પ્રબોધન

કુટુંબ એ સમાજનું સૌથી નાનું એકમ છે. આ એકમને મજબૂત બનાવીને વર્તમાન પડકારો, ન્‍યુક્‍લિયર ફેમિલી, ગ્‍લોબલ માર્કેટિઝમ જેવા અનેક દૂષણોને કારણે સમાજમાં ફેલાયેલી અનેક અવ્‍યવસ્‍થાઓ માંદગીઓ અને આંધળા પાヘત્‍ય અનુકરણમાંથી બહાર આવી શક્‍તિશાળી હિન્‍દુ પરિવારનું નિર્માણ થાય. 

સંયુક્‍ત કુટુંબ વ્‍યવસ્‍થા બાળકોનું યોગ્‍ય ઘડતર થઈ શકે છે. કુટુંબ વ્‍યવસ્‍થાને મજબૂત કરવા માટે નીચે મુજબના કાર્યો કરી શકીએ. (૧) સહ મંત્ર પરિવાર ભોજન, (૨) બધા સાથે મંગલ સંવાદ, (૩) સમરસતા ભોજન એટલે કે સેવા વસ્‍તીમાં ભોજન કરવા જવું અથવા આપણે ત્‍યાં તેમને ભોજન માટે બોલાવવા. (૪) ડિજિટલ ઉપવાસઃ અઠવાડિયામાં એક દિવસ મોબાઇલ અને ટીવી ન જોવું. (૫) હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન. (૬) ધાર્મિક રાષ્‍ટ્રીય ભાવ જાગરણ સાહિત્‍યનું વાંચન. (૭) પરિવાર ગોષ્ઠિઃ સ્‍વદેશી, પર્યાવરણ, નાગરિક કર્તવ્‍ય વગેરે. (૮) રાત્રે સમૂહ પ્રાર્થના ઉપરાંત કુટુંબની આવશ્‍યકતા વાળા વિશે જોડી શકાય.

(૨) પર્યાવરણ

પર્યાવરણ શબ્‍દ ‘પરી' અને ‘આવરણ'ના જોડાણથી બન્‍યો છે. ‘પરી'નો અર્થ થાય જ ચારે બાજુ અને ‘આવરણ'નો અર્થ થાય છે વાતાવરણ. પર્યાવરણના ક્ષેત્રમાં વનસ્‍પતિઓ, પ્રાણીઓ, માનવ જાતિ સહિત બધા સજીવો સાથે સંબંધિત ભૌતિક પરિસરનો સમાવેશ થાય છે.  વાસ્‍તમાં પર્યાવરણમાં જળ, વાયુ, અગ્નિ, ભૂમિ, છોડ, વળક્ષ, જીવજંતુ, માનવ અને તેની વિવિધ ગતિવિધિનું પરિણામ વગેરેનો સમાવેશ થાય છે.

(૩) સામાજિક સમરસતા

અનેક નાત-જાત, પંથ-સંપ્રદાયમાં હિન્‍દુ સમાજને વિભાજીત કરવાના ચાલી રહેલા પ્રયત્‍નો સામે હિન્‍દુ-સમાજ એક એ ભાવ સાથે સમાજમાં સમરસતા અને સદભાવનું વાતાવરણ નિર્માણ કરવું.  સામાજિક સમરસતાના વિષયમાં મંદિર, પાણી અને સ્‍મશાન ગળહ બનાવવા બાબતે કયાંય પણ ભેદભાવ હોય તો તાત્‍કાલિક સમાપ્ત થાય, હિન્‍દુ સમાજની વિવિધ જાતિ, સમૂહો વિવિધ તહેવારો સાથે મળીને ઉજવે, સાથે-સાથે અનુસૂચિત જાતિના બંધુ-ભગિનીઓ સાથે આપણો સમ્‍યક વ્‍યવહાર રહે એ સામાજિક સમરસતાનો પાયાનો વિચાર છે. 

રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ જ્‍યારે શતાબ્‍દી વરસ તરફ આગળ વધી રહ્યો છે ત્‍યારે પરમ પૂજ્‍ય મોહનજી ભાગવતે કહ્યું છે કે સંઘ સંપૂર્ણ સમાજને પોતાનો માને છે. એક દિવસ સંઘ આગળ વધતા વધતા સમાજનું સ્‍વરૂપ ધારણ કરી લેશે ત્‍યારે સંઘનું નામ પણ વિલિન થઈ જશે અને હિન્‍દુ સમાજ જ સંઘ બની જશે.

(૪) સ્‍વ બોધ

સ્‍વ-ભાષા, સ્‍વ-પોષાક, સ્‍વદેશી જેવા ભારતીય પરંપરાના વિસરાતા જતા મૂલ્‍યોને સમાજ જીવનમાં દ્રઢ કરવા સમાજ આગળ આવે.   મનુષ્‍ય ઈશ્વર નિર્મિત સૌથી શ્રેષ્ઠ કળતિ છે. જો મનુષ્‍ય પોતાની મહાનતાને ઓળખી લે તો તેનો વિકાસપથ નિર્વિઘ્‍ન થઈ જાય. મહર્ષિ અરવિંદે કહ્યું છે કે, વ્‍યક્‍તિ પોતાના સાચા અસ્‍તિત્‍વને અને સ્‍વયંને ત્‍યારે જ પામી શકે જ્‍યારે તે અંતરની તરફ વિચરણ કરે, સ્‍વયં દ્વારા સ્‍વયંમાં સ્‍થિત રહે.

(૫) નાગરિક કર્તવ્‍ય

દરેક નાગરિત પોતાના કર્તવ્‍યનું જાગળતિથી પાલન કરી અનુશાસનયુક્‍ત સમાજ જીવનનું નિર્માણ કરવા માટે કામ કરે અને વ્‍યક્‍તિગત જીવનમાં નાગરિક અનુશાસનનું યોગ્‍ય કરે તે માટે જાગળતિ જરૂરી છે.  ‘દેશ હમે દેતા હૈ સબ કુછ, હમ ભી તો કુછ દેના શીખે‘. રાષ્‍ટ્ર પ્રત્‍યેની આ જવાબદારીનો ભાવ કોઈપણ રાષ્‍ટ્રને મહાન બનાવે છે. આ ભાવ વિદ્યાર્થીકાળથી જ હોવો જોઈએ. સમાજ અને રાષ્‍ટ્ર પ્રત્‍યે સજાગતાનો ભાવ, જેમાં રાષ્‍ટ્ર પરમ વૈભવ પ્રાપ્ત કરી શકે. વિદ્યાર્થીઓમાં રહેલો આ ભાવ ભવિષ્‍યના એક જવાબદાર નાગરિકનું નિર્માણ કરી શકે. વિદ્યાર્થીજીવન મનુષ્‍ય જીવનનો એક સ્‍વર્ણિમ કાલખંડ છે. (૯.૧ર)

સંઘની ૭૩૦૦૦ શાખાઓ છે,

વધારીને ૧૦૦૦૦૦ કરાશે

રાજકોટ, તા. ૧૦ : આર.એસ.એસ.ના સૌરાષ્‍ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઇ મલકાણે પત્રકારોને જણાવેલ કે રાજકોટમાં ૧૧૦ સહિત દેશમાં સંઘની ૭૩ હજાર શાખાઓ છે. શતાબ્‍દી વર્ષમાં આશરે ર૭ હજારના વધારા સાથે ૧ લાખ  શાખાઓ કરવાની નેમ છે

શ્રી દત્તાત્રેયજી હોસબોલેનો  ટૂંકો પરિચય

તેઓ મૂળ કર્ણાટકના શિવમોગા જિલ્લાના રહેવાસી છે. તેમનો જન્‍મ ૧ ડિસેમ્‍બર ૧૯૫૪ના રોજ, હોસબોલે ગામમાં થયો હતો.

તેઓ ૧૩ વર્ષની વયે ૧૯૬૮માં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવક બન્‍યા. ૧૯૭૨થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા. 

તેમણે ૧૯૭૮માં બેંગ્‍લોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન પૂર્ણ કરી સંઘના પ્રચારક બન્‍યા.

એ પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિવિધ જવાબદારીઓ નિભાવી. તેમણે ૧૯૯૨થી ૨૦૦૩ એમ ૧૧ વર્ષ સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અખિલ ભારતીય સંગઠનમંત્રી તરીકે જવાબદારી સંભાળી.

દેશમાં કટોકટી વખતે તેમણે મિસા હેઠળ ૧૪ મહિના સુધી જેલવાસ પણ ભોગવ્‍યો છે. 

તેમણે ૨૦૦૩થી ૨૦૦૯ એમ છ વર્ષ સુધી સંઘના અખિલ ભારતીય સહ-બૌદ્ધિક પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી. વર્ષ ૨૦૦૯થી ૨૦૨૧ એમ ૧૨ વર્ષ સુધી સંઘના સહ-સરકાર્યવાહ તરીકેની જવાબદારી વહન કરી.

માર્ચ-૨૦૨૧થી  તેઓ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના માનનીય સરકાર્યવાહ તરીકે જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેમનું કેન્‍દ્ર દિલ્‍હી છે.

તેઓ કન્નડ ઉપરાંત અંગ્રેજી, તમિલ, મરાઠી, હિન્‍દી અને સંસ્‍કળત ભાષાના જાણકાર છે.

 

(2:47 PM IST)