તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
જૂની કોર્ટ બિલ્ડીંગ ખાતે કાલે ‘આયુષ મેળો'
સવારે ૯થી સાંજે પાંચ સુધી વિવિધ આયુર્વેદિક - પ્રાકૃતિક પધ્ધતિથી નિદાન - ઉપચારનો લાભ મળી શકશે

રાજકોટ તા. ૧૦ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ભારત વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આયુષ પ્રભાગ પ્રેરિત અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શનમાં રાજકોટમાં શ્નઆયુષ મેળો'નું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ઉપક્રમે કાલે ‘આયુષ મેળો' જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે, સવારે ૯થી સાંજે પાંચ કલાક સુધી યોજાશે. જેમાં આયુર્વેદ નિદાન સારવાર, હોમિયોપથી નિદાન સારવાર, યોગ માર્ગદર્શન, અગ્નિકર્મ સારવાર, પંચકર્મ નિદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, સુવર્ણપ્રાશન, દંતોત્પાટન, મર્મ ચિકિત્સા સેવાઓનો લાભ મળશે.
(2:50 PM IST)










