<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ગંદકી અને પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકને શહેરમાંથી જાકારો આપવા મનપાની ધોંસઃ ૧૧ હજારનો વહીવટી ચાર્જ વસુલાયો

શહેરના ત્રણેય ઝોનમાંથી વધુ ૨.૭૪ કિલો પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક જપ્‍ત કરતી સોલીડ વેસ્‍ટ શાખા

રાજકોટ,તા. ૧૦: મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ત્રણેય ઝોન વિસ્‍તારઅલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા લોકો પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં  ત્રણેય ઝોનમાંથી કુલ ૪૪ લોકો પાસેથી ૨.૭૪ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ. ૧૧૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

સેન્‍ટ્રલ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૬ લોકો પાસેથી ૧.૧૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૪૪૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૧ લોકો પાસેથી ૦.૭૨ ᅠᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૨૫૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.ᅠ

ઈસ્‍ટ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતાᅠ૧૭ લોકો પાસેથીᅠ૦.૮૮ ᅠકિ.ગ્રા.પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ.૫૦૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ᅠસેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(2:54 PM IST)