<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ઓચીંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્‍વાગત હું શા-શા કરૂ

જય વાસંગી દાદા મેલડી માં ગરબી મંડળની રપ૦ બાળાઓ દ્વારા પ્રાચીન રાસની જમાવટ

રાજકોટઃ જય વાસંગીદાદા મેલડી માં ગરબી મંડળ દ્વારા કુવાડવા રોડ, વલ્લભનગર-૧ ખાતે ૩૦ વર્ષથી ગરબીનું આયોજન થાય છે. કોઇ પણ જાતની ફી કે ફંડફાળો લેવાતો નથી. ગાયકો : અક્ષયભાઇ વાઢેર, મેહુલભાઇ નકુમ, ઢોલકઃ નિલેશભાઇ, મંજીરા ગૃપ, પેટી :- ભીમાભાઇ વાઢેર જમાવટ કરે છે. ગરબી મંડળની રપ૦ બાળાઓ દ્વારા ભુવા રાસ, રામપીના રાસ, ઢોલીરાસ, ટીપ્‍પણી રાસ, રેલગાડી રાસ તથા વિવિધ રાસો પિરસવામાં આવે છે. આયોજકઃ દિનેશભાઇ વાઢેર, ગોપાલભાઇ ભરવાડ, મેહુલભાઇ નકુમ, કલ્‍પેશભાઇ, હરીભાઇ, અક્ષયભાઇ વાઢેર, સંજયભાઇ શાહોલા, રાહુલ ચૌહાણ જોડાયા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:56 PM IST)