તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
માં આશાપુરા મંદિરે કાલે હોમાદિક ક્રિયા ઉત્સવ
નોરતામાં ભાવિકોને ટોપરા પાક પ્રસાદીરૂપે વિતરણ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી પરિવાર દ્વારા બીડુ હોમવામાં આવશે

રાજકોટઃ પેલેસ રોડ સ્થિત માં આશાપુરા મંદિર શુક્રવાર આસો સુદ-૮ ના રાજકોટ ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી તથા રાજકુમારશ્રી રામરાજા તેમજ રાજવી પરિવાર દ્વારા સવારે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા સવારે હવન વિધિ થશે બપોરના ૦૪.૩૦ કલાકે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી તથા રાજકુમારશ્રી રામરાજા તેમજ રાજવી પરિવાર દ્વારા હવનકુંડમાં બીડું હોમવામાં આવશે. મંદિરનું વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાપુરાના નાદથી પેલેસ રોડ ગુંજી ઉઠશે.
માં આશાપુરા મંદિરે નવરાત્રી દરમ્યાન દર્શનાર્થી ભકતજનોને માં આશાપુરા કેટરર્સ વાળા ભાવીનભાઇ થાનકીના હસ્તે ભાવિકજનોને નવ દિવસ સવારથી મોડી રાત્રી સુધી શુધ્ધ ટોપરા પાકનુ પ્રસાદરૂપે કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવનાથી દરેક ભાવિકજનોને વિતરણ કરવામાં આવે છે, તેઓ આ કાર્ય દર આસો નવરાત્રી દરમ્યાન દરોજ આશરે ૫૦૦ થી ૬૦૦ કીલો ટોપરા પાકનું ભાવિકજનોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવે આવતું હોવાનું વિનોદભાઇ પોપટ, મો. નં. ૯૯૭૯૯-૦૭૨૧૮ની યાદીમાં જણાવાયું છે.
(3:15 PM IST)










