<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

કારડીયા રાજપૂત જ્ઞાતિ સમાજ દ્વારા શનિવારે વિજયા દશમીએ શસ્‍ત્ર પૂજન કાર્યક્રમ

 

રાજકોટ : શ્રી કારડીયા રાજપૂત સમાજ રામ મંદિર (૨, રજપૂત પરા રાજકોટ ) ના સમાજ ઉત્‍કર્ષ સમિતિ દ્વારા વિજયા દશમી શસ્‍ત્ર પુજન કાર્યક્રમ તા. ૧૨ ને શનિવારે સવારે ૯- કલાકે શ્રી કારડીયા રાજપૂત સમાજવાડી મવડી ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

આ શસ્‍ત્ર પુજનમાં આવનાર સમાજના ભાઇઓ એ શસ્‍ત્ર પુજન માટેના શસ્‍ત્ર પોત પોતાના લાવવાના રહેશે તેમજ આવનાર ભાઇઓ એ સાફા બાધવાના રહેશે તેમ સમાજ ઉત્‍કર્ષ સમિતિના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલ ઉપ પ્રમુખ કુલદિપસિંહ ભટ્ટી મંત્રી જસપાલસિંહ સોલંકીની યાદમાં જણાવવામાં આવે છે.

 આયોજનને સફળ બનાવા જયપાલસિંહ ભટ્ટી નિલેષભાઇ ગોહેલ રાજેન્‍દ્રસિંહ સોલંકી અનિલભાઇ જારીયા વજેસિંહ પરમાર વિશાલ ભાઇ જેરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:16 PM IST)