તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
જીવનનગરની પ્રાચીન ગરબીઃ સતત ૪૩ વર્ષોથી પારંપરિક ગરબાની રમઝટ

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગળત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબી મંડળની બાળાઓના રાસ-ગરબાએ અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. ટીપ્પણી, બેડા, દિવડા, ખંજરી, તાલી રાસ જોવા માનવ મહેરામણ ઉમટી પડે છે. પ્રાચીન ગરબીમાં દિપ પ્રાગ્ટય, લ્હાણી વિતરણ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડીયા, વોર્ડ નં. ૧૦ ના નગરસેવકો નિરૂભા વાઘેલા, ડો. રાજેશ્રીબેન ડોડિયા, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, મહામંત્રી રત્નદિપસિંહ જાડેજા, મેહુલભાઈ નથવાણી, બક્ષીપંચ મોરચાના ડો. આશિષ મકવાણા, સંયોજક શ્યામભાઈ ડાભી, સોશ્યલ મિડિયાના દર્શિત જોષી, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, આંખના સર્જન ડો. પ્રજ્ઞ મહેતા, ડો. કોરન મહેતાએ કર્યું હતું. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવેલ કે, કલા-કૌશલ્યનો સમન્વય જીવનનગર પ્રાચીન ગરબીમાં જોવા મળે છે. રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનિષભાઇ રાડીયાએ જણાવેલ કે, જીવનનગર વિસ્તારમાં વર્ષોથી પ્રવૃત્તિઓ થાય છે, સૌ કોઇ સાક્ષી છે. જીવનનગર સમિતિના પ્રમુખ એડવોકેટ જયંતભાઇ પંડયા, ઉપપ્રમુખ મુકેશભાઇ પોપટ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, અંકલેશ ગોહિલ, અનંતભાઇ ગોહેલ, ઉપેન્દ્ર પંડયા, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, નેહાબેન મહેતા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, જયોતિબેન પુજારા, યોગિતાબેન જોબનપુત્રા, જીગીશાબેન રાવલ, ભકિતબેન, અલ્કાબેન પંડયા, મહોત્સવમાં કામગીરી કરી રહ્યા છે.
(3:27 PM IST)










