તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
એ જીવણ જગમાલીયા સૂતો કે જાગ, લીલુડે માંડવે તોરણ બંધાય...
આશાપુરા ગરબી મંડળની બાળાઓ દ્વારા મંજીરા રાસ, ડમરૂ રાસ, દિવડા રાસ રાસની જમાવટ

રાજકોટ : આશાપુરા ગરબી મંડળ દ્વારા દિગ્વીજય રોડ આશાપુરા ચોક ખાતે છેલ્લા ૪૯ વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ગરબીનું આયોજન થાય છે. જેમાં ર૦૦ જેટલી ૩ થી ૧ર વર્ષ સુધીની બાળાઓ ભાગ લે છે. અને અવનવા રાસ લે છે. જેમાં ખંજરી રાસ, ફુગ્ગાવાળી મંજીરા રાસ, દાંડીયા રાસ, ડમરૂ રાસ, દિવડા રાસ લે છે. જેમાં નીચી નમીને રાસ આકર્ષણ જમાવે છે. જેમાં ગાયકો, શૈલેષભાઇ વ્યાસ, સેજલબેન ગાંધી, પુજાબેન ગાંધી, સંગીતાબેન ગાંધી, જયોતીબેન ગાંધી, મહેશભાઇ વોરા, પીનાબેન વોરા, મુકેશભાઇ દેસાઇ, અતુલભાઇ કોઠારીનાં બુલંદ સ્વરમાં અવનવી પ્રાચીન રચનાઓ રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. તબલા ઉપર ભરત વૈષ્ણવ સાથ આપે છે. તસ્વીરમાં રાસે રમતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:30 PM IST)










