<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ત્રિકોણ બાગ પાસે મોડી રાતે ચાની હોટલે વ્‍યંઢળે અર્ધનગ્ન થઇ ‘ખેલ' કર્યાઃ હિન્‍દી-અંગ્રેજી ભાષામાં બેફામ ગાળો ભાંડી

ત્રિકોણબાગથી રેસકોર્ષ જવા વ્‍યંઢળ અને એક અન્‍ય શખ્‍સ રેસકોર્ષ જવા રિક્ષામાં બેઠા, નજીકમાં જ રિક્ષા ઉભી રખાવી ચા પીવા ઉભા રહ્યા ચાના પૈસા મંગાતા ખેલ શરૂ કર્યોઃ ચાના સગડા પાસે આવી ગાળો ભાંડતા દૂર જવાનું હોટેલ સંચાલકે કહેતાં કપડા ઉતારી નાંખ્‍યા

રાજકોટઃ શહેરના ત્રિકોણ બાગ નજીક આવેલી ચાની હોટલ ખાતે મોડી રાતે દોઢ પોણા બે વાગ્‍યે એક હિન્‍દીભાષી વ્‍યંઢળે બેફામ ગાળાગાળી કરી ઉપરના કપડા ઉતારી નાંખી ખેલ કરતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ અંગે રિક્ષાચાલકે કહ્યું હતું કે રાતે વ્‍યંઢળ અને બીજી એક વ્‍યક્‍તિ ત્રિકોણબાગથી રેસકોર્ષ જવા મારી રિક્ષામાં બેઠા હતાં. જેણે નશો કર્યો હોય એવું લાગતું હતું. રિક્ષા થોડે આગળ ચાલી ત્‍યાં જ આ બંનેએ ઉભી રખાવી હતી. પછી મચ્‍છોધણી હોટેલે ચા પીવા ગયા હતાં અને માથાકુટ કરી હતી. હોટલ સંચાલકે કહ્યું હતું કે બંનેએ ચા પાણી પીધા બાદ અમે પૈસા માંગતા તેણે પૈસા નથી તેમ કહી ગાળો દીધી હતી. સગડો ચાલુ હોઇ તેની નજીક તે આવી જતાં તે દાઝી ન જાય તે માટે હાથ આડો રાખી તેને દુર જવા ઇશારો કરતાં તેણે પોતાને સ્‍પર્શ કર્યાનો આરોપ મુકી ખેલ ચાલુ કર્યા હતાં અને ઉપરના કપડા ઉતારી નાંખી હિન્‍દી, અંગ્રેજી ભાષામાં મને તેમજ બીજા ગ્રાહકોને ગાળો ભાંડી હતી. નજીકમાંથી હોમગાર્ડ જવાનોએ આવી સમજાવવા પ્રયાસ કરતાં તેને પણ એલફેલ શબ્‍દો બોલ્‍યા હતાં. બાદમાં તે જતાં રહ્યા હતાં. જો કે એ પહેલા તેણે ઉપરના કપડા ઉતારી ભારે ખેલ કર્યા હતાં. તસ્‍વીરમાં એ દ્રશ્‍યો અને વિગતો જણાવતાં હોટલ માલિક તથા રિક્ષાચાલક જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(3:50 PM IST)