<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

રાજકોટમાં પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને યોજાયેલ રામકથાના પાસનુ વિતરણ શરૂ

 

રાજકોટ તા. ૧૦ : સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા રામપર ગામે ૩૦ એક જગ્‍યામાં નિર્માણ કરવામાં આવી રહેલ ભવ્‍ય વૃધ્‍ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને વૈશ્વિક રામકથાનું આયોજન થયુ છે. ત્‍યારે કથાને લઇને પુરજોશમાં તૈયારીઓ આદરવામાં આવી છે. કથા શ્રાવકોને કોઇ જાતની અગવડતા ન પડે તે માટે કથા મંડપમાં અલગ અલગ પ્રવેશદ્વારની યોજના બનાવાઇ રહી છે. દેશ વિદેશમાંથી હજારો લોકો કથા શ્રવણ માટે પધારશે. સૌ રામભકતોને ‘માનસ સદ્દભાવના' વૈશ્વિક રામકથા માટેના પાસ સરળતાની મળી રહે તે માટે રાજકોટના વિવિધ સ્‍થળોએ પાસ વિતરણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. (૧) રામકથાના મધ્‍યસ્‍થ કાર્યાલય, ટવીન ટાવર, સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલની બાજુમાં, કાલાવડ રોડ, (૨) સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ, પીપળીયા ભવન, સ્‍વામીનારાયણ ગુરૂકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રીઝની નીચે, ડી-માર્ટવાળી શેરી, (૩) સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ નર્સરી, ન્‍યુ ૧૫૦ ફુટ રીંગરોડ, પાટીદાર ચોક, શુભ મંગલ પાર્ટી પ્‍લોટની બાજુમાં, (૪) સદ્દભાવના પશુ હોસ્‍પિટલ, સૈનિક સોસાયટી સામે, શ્રેયસ વિદ્યાલય પાસે, ઘંટેશ્વર, જામનગર રોડ, (૫) સદ્દભાવના મેડીકલ સ્‍ટોર, નાના મવા ચોક, આર. કે. પ્રાઇમ, સિલ્‍વર હાઇટસ પાસે, (૬) પંચનાથ મંદિર હોસ્‍પિટલ, પંચનાથ પ્‍લોટ, સદર, (૭) કરુણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, ‘જનપથ' ર-તપોવન સોસાયટી કોર્નર, સરાઝા બેકરીની બાજુમાં, પ્‍લાજા બીલ્‍ડીંગ સામે, અક્ષર માર્ગ મેઇન રોડ, (૮) બોલબાલા ટ્રસ્‍ટ, ૩-મીલપરા મેઇન રોડ, લક્ષ્મીવાડી, (૯) પુરૂષાર્થ યુવક મંડળ, ૧૦ રણછોડનગર સોસાયટી, આર્યનગર, (૧૦) ચમત્‍કારીક હનુમાન મંદીર, એ.જી. ચોક, પ્રેમ મંદીરની બાજુમાં કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી પાસ મેળવી શકાશે. આ અંગેની વાધુ માહીતી માટે મો.૯૬૬૪૮ ૫૧૭૩૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:54 PM IST)