<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

હડતાલ સમાપ્‍ત : સસ્‍તા અનાજના દુકાનો પર માલ પહોંચાડવા ધમધમાટ

રાજકોટઃ સસ્‍તા અનાજના દુકાનદારોની હડતાલ ગઇકાલે સાંજે પુર્ણ થઇ છે. ૯ દિવસ લાંબી હડતાલ ચાલી હતી. દરમિયાન આજ સવારથી નાગરીક પુરવઠા નિગમના ગોડાઉન પરથી સસ્‍તા અનાજના દુકાન ઉપર માલ પહોંચાડવા ભારે ધમધમાટ પ્રવર્તી રહયો છે. ગોડાઉન પર ખટારાઓની લાઇનો લાગી ગઇ હતી. અધિકારીઓના કહેવા મુજબ તા.૧પ સુધીમાં ૫૦ થી ૬૦ દુકાનો ઉપર તમામ વસ્‍તુઓ પહોંચી જશે. દિવાળીના તહેવારો પહેલા બધુ વિતરણ કરી દેવાશે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:54 PM IST)