તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ઇકોની ઠોકરે એક્ટીવા ચડતાં ઘવાયેલા રૂખડીયાપરાના નવાબ બુખારીનું મોત
પાંચ દિવસ પહેલા રાજકોટથી ધોરાજી જતી વખતે જેતપુર બાયપાસ પધારો હોટેલ નજીક અકસ્માત નડયો હતોઃ બે બાળકોને ઇજા થઇ હતીઃ સારવાર દરમિયાન મૃત્યુ

રાજકોટ તા. ૧૦: જેતપુર બાયપાસ નજીક પાંચ દિવસ પહેલા ઇકો કારની ઠોકરે એક્ટીવા ચડી જતાં રૂખડીયાપરા રાજીવનગરમાં રહેતાં નવાબ મહેબુબભાઇ બુખારી (ઉ.વ.૨૩) અને સાથેના બે બાળકો રીયા હનીફભાઇ શેખ (ઉ.વ.૧૨) તથા ફૈઝ અમીન બેલીમ (ઉ.વ.૪)ને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. સારવાર દરમિયાન આજે સવારે નવાબનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ સહિતે જેતપુર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નવાબ વાયરીંગ કામ કરી ગુજરાન ચલાવતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા કુંવારો હતો. રાજકોટથી ધોરજી જતી વખતે જેતપુર બાયપાસ પધારો હોટેલ નજીક પહોંચ્યા ત્યારે એક્ટીવાને કારે ઠોકરે ચડાવતાં આ બનાવ બન્યો હતો. (૧૪.૯)
(3:55 PM IST)










