તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ક્લબ યુવીમાં આજે ભવ્ય મહાઆરતી : પાટીદારોમાં અનેરો ઉત્સાહ
લેસર શો, પુષ્પવર્ષા, આતશબાજી, વૈદિક મંત્રોચ્ચાર દ્વારા મા ઉમિયાની આરતી કરાશે

શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવ -૨૦૨૪માં આજે મા ઉમિયાના આઠમાં નોરતે ભવ્ય મહાઆરતી યોજાનાર છે.
કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના મંદિરે દરરોજ પૂજા અર્ચના અને વિવિધ મહાનુભાવો દ્રારા આરતી કરવામાં આવે છે. આજે આઠમાં નોરતે કલબ યુવી આયોજીત મહાઆરતીમાં ઉમિયા પરિવાર રાજકોટની વિવિધ સંસ્થાઓ ઉમિયા માતાજી મંદિર સિદસરના હોદેદારો, પાટીદાર અગ્રણીઓ, મહાનુભાવો, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, કલબ યુવી ના સ્પોન્સર પરિવારો, સાથે અનેક પાટીદાર ભાઈઓ-બહેનો જોડાશે.
ઉમિયા માતાજી મંદિર સિદસરની ધ્વજાજીનું પૂજન કરવામાં આવશે. ૧૧ બ્રાહમણો દ્રારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મા ઉમિયાની પૂજન અર્ચના કરાશે. રંગબેરંગી લાઇટીંગ નો ભવ્ય લેસર શો દ્રારા અદભૂત દશ્ય રચાશે. ડોન દ્વારા મા ઉમિયાના મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ભવ્ય આતશબાજી કરાશે.
કલબ ચુવી નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે પટેલ સેવા સમાજના અરવિંદભાઈ કણસાગરા, નંદલાલભાઈ માંડવીયા, ઉદ્યોગપતિ બાલાજી ગ્રુપના ચંદુભાઈ વિરાણી, ઓરબીટના વિનેશભાઈ ટીલવા, શંભુભાઇ પરસાણા, અરવિંદભાઈ કોરડીયા, દિપકભાઈ ધીંગાણી, કે.એમ. મોરી, રમણભાઈ વરમોરા, કલબ યુવીના મુન્નાભાઈ ઘેટીયા, તુલસી એગ્રો ના ચીરાગભાઈ ભાલોડીયા, અંકુરભાઈ કનેરીયા, લાડાણી એસો. દિલીપભાઈ લાડાણી, ઉત્સવભાઈ લાડાણી, જેનીસ કનેરીયા, કટારીયા ગ્રુપના વલ્લભભાઈ કટારીયા, રોમલભાઈ કટારીયા, મહેન્દ્ર જવેલર્સના સુરજભાઈ રાણીંગા, અલ્ટોસા હસુભાઈ ઉકાણી, વુડ ઓપ્શનના અશ્વિનભાઈ રબારા, ધ પાર્ક ના સંદીપભાઈ, રાધીકા જવેલર્સ ના હરેશભાઈ, ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમીતીના સરોજબેન મારડીયા, રાજકોટ બિલ્ડર એસો.ના પરેશભાઈ ગજેરા, નીખીલભાઈ રોજીવાડીયા,, ચેતનભાઈ રોકડ, ગોપીભાઈ પટેલ, ધર્મેશભાઈ જીવાણી, રણધીરસિંહ જાડેજા, કિરીટભાઈ આદ્રોજા, રાજનભાઈ વડાલીયા, રાજુભાઈ કાલરીયા, એ આરતીનો લ્હાવો લીધો હતો.
અતિથિ વિશેષ તરીકે રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરીયા, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરા, પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ અમળતીયા, સાંજ સમાચારના કરણભાઈ શાહ ઉપસ્થિત રહેલ.
આ તકે દેશના ઉદ્યોગ રત્ન ટાટાના નિધનના સમાચારથી કલબ યુવી રાસોત્સવમાં બે મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવી હતી. ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ વડાલીયા નેન્સી, કાલરીયા જીયા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ મોટેરીયા માધવન, ભુત મોક્ષીલ, ચિલ્ડ્રન પ્રિન્સેસ બુટાણી આરવી, કનેરીયા કાવ્યા, ચિલ્ડ્રન પ્રિન્સ કાશીપરા અંશ, ઘેટીયા શિલોક, વેલ ડ્રેસ પ્રિન્સેસ વાગડીયો ખુશી, પાણ કેતા, કોરડીયા દિયા, વેલ ડ્રેસ પ્રિન્સ ભુવા પ્રિન્સ, કુકડીયા દિપા, પરસાણીયા શિવમ્, પ્રિન્સેસ ત્રાંબડીયા ક્રિષ્ના, ભીમાણી પૂનમ, ઝાલાવડીયા પ્રિયા, પ્રિન્સ પટેલ વિનય, શેખાત ધ્યાન, દાવડા વિશાલ વિજેતા બન્યા હતા. કલબ યુવી માં નવમા નોરતે વિવિધ કેટેગરી વાઈસ વિજેતા જાહેર કરાયા હતા.
જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ કોરડીયા કાવ્યા, ડઢાણીયા ફ્રેયા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ કાસુન્દ્રા કાવ્ય, કાદુપરા હાર્દ, ચિલ્ડ્રન પ્રિન્સેસ વાછાણી રીયા, સાપોવડીયા ધાર્મી, ચિલ્ડ્રન પ્રિન્સ રાછડીયા ક્રિશ, કનેરીયા તીર્થ, વેલ ડ્રેસ પ્રિસેસ ચનીયારા ક્રિષ્ના, વાછાણી જીનલ, વાછાણી ચશ્મી, વેલ ડ્રેસ પ્રિન્સ મણવર મેઘ, મોરી નેવીલ, મેઘપરા મીત, પ્રિન્સેસ ત્રાંબડીયા જસાણી શ્રેયા, છત્રાલા પીનલ, કાસુન્દ્રા રીયા, પ્રિન્સ પટેલ વિશ્વમ, ત્રાંબડીયા આર્યન, રતનપરા કેવીલ વિજેતા બન્યા હતા.
કલબ યુવી ના મૌલેશભાઈ ઉકાણી તથાસ્મિતભાઈ કનેરીયા કાંતીભાઈ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા ,નરેન્દ્રભાઈ ઘેટીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ વિજેતા ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.
(4:02 PM IST)










